હાલમાં બનેલી એક રુવાટા ઉભા કરી દેનારી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં સરોવરમાં બાળવતી ભરેલી હોળી પલટી ખાઈ જતા ચારેય બાજુ ભારે ભાગદોડ મચી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી. આ ઘટના બિહારના જમાઈના અમૃત સરોવરમાંથી સામે આવી છે.
મળતી માહિતી અનુસાર 11 ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી નીતિશ કુમારે અમૃત સરોવરમાં બે બોર્ડનું ઉદઘાટન કર્યું હતું. આ ઘટનામાં એક બોટમાં 20 થી વધુ બાળકો ચટીને સરોવરમાં બોટિંગ કરવા માટે ગયા હતા. ત્યારે અચાનક જ સરોવરની અંદર બોટનું સંતુલન બેકાબૂ થઈ ગયું હતું.
જેના કારણે વિદ્યાર્થીઓથી ભરેલી બોટ અચાનક જ સરોવરમાં પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે બોટમાં સવાર તમામ બાળકો સરોવરમાં પડ્યા હતા. સદનસીબે બોટ હજુ જમીનથી દૂર ગઈ ન હતી. જેના કારણે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાન હની થઈ નથી અને યોગ્ય સમયે તળાવમાં ડૂબેલા તમામ બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
બોટ પલટી ખાઈ જવાનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અધિકારીઓની બેદરકારીને કારણે આ દુર્ઘટના બની હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.
પરંતુ જો બોટ તળાવની વચ્ચોવચ હોત તો મોટી જાનહાની થવાની સંભાવના હોત. મળતી માહિતી અનુસાર અધિકારીઓએ તળાવમાં બોટની વ્યવસ્થા કરી પરંતુ તેની સુરક્ષાને લઈને કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં ન આવી હતી. જેના કારણે આ દુર્ઘટના બની હતી.
એ..એ..આતો..ગઈ..! સરોવરમાં બાળકોથી ભરેલી હોડી અચાનક જ પલટી ખાઈ ગઈ, ત્યારબાદ કંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે… pic.twitter.com/tNexOiuxPD
— GUJJU ROCKZ (@gujju_rockz) February 14, 2023
સમગ્ર ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો અધિકારીઓ ઉપર ભારે ગુસ્સામાં જોવા મળ્યા હતા. આ ઘટનાનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાળકોથી ભરેલી બોટ અચાનક જ પલટી ખાઈ ગઈ હતી. વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment