રાજકોટ શહેરમાં બનેલી વધુ એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક 90 વર્ષના દાદીએ ઘરમાં ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું છે. ઘટના બનતા આજે ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટના રાજકોટ શહેરના કુવાડવા રોડ પર રોહીદાસપરામાં બની હતી.
અહીં રહેતા 90 વર્ષના કડવીબેન પાલાભાઈ જાદવ નામના વૃદ્ધ મહિલાએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું હતું. જાણવા મળી રહ્યું છે કે તેમને આજ રોજ સવારે 9:00 વાગ્યાની આસપાસ આ પગલું ભર્યું હતું. કડવીબેને હુક સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો.
આ ઘટના બની ત્યારે ઘરમાં કોઈપણ સભ્ય હાજર ન હતા, પરંતુ કડવીબેનનો પૌત્ર ઘરમાં સૂતો હતો. જાણવા મળી રહ્યું છે કે, વજનના કારણે કડવીબેનનું ગળાફાંસો છૂટી ગયો હતો અને તેઓ જમીન પર પડી ગયા હતા. જ્યારે પૌત્ર જાગીને રૂમમાંથી બહાર આવ્યો ત્યારે તેને પોતાની દાદીને જમીન પર પડેલી જોઈ હતી અને ઉપર ગળાફાંસો બાંધેલો હતો.
ત્યારબાદ આ ઘટનાની જાણ પરિવારના સભ્યોને કરવામાં આવી હતી. પછી આ ઘટનાની જાણ 108ની ટીમને કરવામાં આવી હતી. ત્યારબાદ ઘટના સ્થળે પહોંચેલા ડોક્ટરે કડવી બેનની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.
ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ કડવીબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યું હતું. કડવીબેને કયા કારણોસર સુસાઇડ કર્યું તેની કોઈપણ માહિતી સામે આવી નથી. જાણવા મળી રહ્યું છે કે તેઓ માનસિક રીતે અસ્તવ્યસ્ત રહેતા હતા અને તેમની દવા પણ ચાલુ હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment