આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ઘણી વખત અકસ્માતની ઘટનામાં એક જણાની બેદરકારીના કારણે નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ઝડપી કાર ચાલકની બેદરકારીના કારણે ઘરની બહાર રમી રહેલી 7 વર્ષની માસુમ બાળકીનું મોત થયું છે.
મળતી માહિતી અનુસાર માસુમ બાળકી જ્યારે ઘરની બહાર રમી રહી હતી. ત્યારે ઝડપી કારે બાળકીને કચડી નાખી હતી. આ કારણોસર બાળકીનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. માસુમ દીકરીનું મોત થતા પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ પરિવારના સભ્યો દીકરીને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.
જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે બાળકીની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ ઘટના રાજસ્થાનના જયપુરમાંથી સામે આવી રહી છે. 23 સપ્ટેમ્બરના રોજ સાંજના સમયે એક સાત વર્ષની માસુમ બાળકી ઘરની બહાર રમી રહી હતી.
આ દરમિયાન અજાણ્યા કાર ચાલકે બાળકીને કચડી નાખી હતી. આ ઘટના બનતા જ પરિવારના સભ્યો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પરિવારના સભ્યો કાંઈ સમજે તે પહેલા તો કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયું હતું. પછી પરિવારના સભ્યો દીકરીને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લઈ ગયા હતા.
જ્યાં હાજર ડોક્ટરે દીકરીની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી હતી. આ ઘટના બનતા જ હસતા ખેલતા પરિવાર પર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને હાલમાં પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી દીધી છે. મૃત્યુ પામેલી દીકરીનું નામ રિદ્ધિ હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment