આજકાલ સોશિયલ મીડિયા પર ઘણી ઘટનાઓ ના વિડીયો વાયરલ થતા હોય છે જે જોઈને આપણે ચોંકી જઈએ છીએ, બાળકો જ્યારે નાના હોય છે ત્યારે માતા-પિતાએ હંમેશા સાવધાન રહેવું પડે છે. જો નજર હટી તો દુર્ઘટના ઘટી, આ વિડીયો દરેક માતા-પિતા માટે એક ઉદાહરણ બની શકે છે. બાળકો રમતી વખતે કેટલીક એવી પ્રવૃત્તિઓ કરતા હોય છે જેના કારણે જીવ જોખમમાં મુકાઈ જાય છે.
બાળકો જ્યારે નાના હોય ત્યારે માતા પિતાએ ખૂબ સાવધાની રાખવી પડે છે અને સતત તેમની દેખરેખ કેમ રાખે છે તેનું ઉદાહરણ છે આ વિડીયો. આ વિડીયો ચીનનો જણાવવામાં આવી રહ્યો છે પરંતુ બોધપાઠ દરેક માતા-પિતા માટે છે. વીડિયોમાં બે બાળકો રોડના કિનારે રમતા જોવા મળે છે, એક બાળકીની ઉંમર 7 વર્ષની આસપાસ છે.
જ્યારે બીજા બાળકની ઉંમર ત્રણ ચાર વર્ષની આસપાસ છે. રમતી વખતે બાળકીના મગજમાં એક શેતાની વિચાર આવ્યો અને તેણે બાળકને બોરવેલ માં ફેંકવાનું નક્કી કર્યું. ચાર વર્ષનું માસુમ બાળક પણ આ ખતરનાક રમત રમવા તૈયાર થઈ ગયું. છોકરી એ નાના બાળકને ઉપાડ્યો અને તેને બોરવેલ પર બેસાડ્યો અને તેને છોડવા લાગી.
Little Girl Throws 4-Year-Old Boy Into A Well In China 😳
— Crazy Clips (@crazyclipsonly) July 26, 2023
જોકે બાળકે બચવા માટે બોરવેલ ની બંને બાજુ પકડીને લટકી રહ્યું હતું, પરંતુ બાળકી એ ફરી તેનો હાથ છોડાવી અંદર નાખ્યો જેના કારણે બાળક બોરવેલ માં પડી ગયું. બાળકી થોડીવાર ત્યાં ફરતી અને જોતી રહી, ત્યારબાદ તે ત્યાંથી નીકળી ગઈ. બોરવેલ માં પડેલા બાળકના રડવાનો અવાજ સાંભળીને કેટલાક લોકો ત્યાં પહોંચી ગયા હતા.
બાળકના રડવાનો અવાજ સાંભળીને લોકો ત્યાં પહોંચી ગયા અને બોરવેલમાં પડી ગયેલા બાળકને બચાવવાનો પ્રયાસ શરૂ કર્યો. જોકે બાળકનો જીવ બચી ગયો હતો અને તે સુરક્ષિત બહાર આવી ગયો હતો. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જ્યારે બાળકીને બોરવેલમાં ધકેલવા પાછળનું કારણ પૂછવામાં આવ્યું તો તેણે ચોકાવનારો જવાબ આપ્યો હતો.
બાળકી એ જણાવ્યું કે તે ટીવી શો જોઈને આ રમત શીખી હતી, ત્યાંથી શીખીને યુવતીએ પાડોશીના બાળકને બોરવેલ માં ધક્કો માર્યો. બંને બાળકો સાથે રમતા હતા અને આખો દિવસ સાથે જ રમીને સમય પસાર કરતા હતા. આ ઘટના માર્ચ 2023 માં ચીનના યુનાન શહેરમાં બની હતી, આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment