હાલમાં બનેલો એક ચોકાવનારો અને હચમચાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના દરેક માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો છે. આ ઘટનામાં ખુલ્લા કુવાની નજીક રમી રહેલો 7 વર્ષનો બાળક રમતા રમતા કુવાની અંદર પડી ગયો હતો. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.
સમગ્ર ઘટના બન્યા બાદ બાળકને સમયસર કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. જેના કારણે તેનો જીવ બચી ગયો હતો. જો જરાક પણ મોડું થયું હોત તો બાળકનો જીવ ચાલ્યો ગયો હોત. આ ઘટનાનો વિડીયો મધ્યપ્રદેશના દમોહના સિવિલ વોર્ડ વિસ્તારમાંથી સામે આવી રહ્યો છે. અહીં રહેતા પવન જૈન નામના વ્યક્તિના ઘરની બહાર એક બાળક રમતો રમતો કૂવામાં પડી ગયો હતો.
મળતી માહિતી અનુસાર કૂવો 28 ફૂટ ઊંડો હતો. કુવાની અંદર 7 વર્ષનો અર્ણવ નામનો બાળક પડી ગયો હતો. આ દ્રશ્યો જોઈને તેની સાથે રમી રહેલો તેનો મિત્ર સંયમ કુવા પાસે દોડી આવે છે. ત્યારબાદ તે જરાક પણ સમય બગાડ્યા વગર જોરથી બૂમાબૂમ કરે છે. આ દરમિયાન પવન જૈન પોતાના ઘરે જ હતા. બાળકનો અવાજ સાંભળીને તાત્કાલિક તે ત્યાં દોડી આવ્યા હતા.
ત્યારબાદ તેઓ કુવા પાસે ગયા હતા અને એક પાઇપ લીધી હતી અને કુવામાં નાખી હતી. પછી તે પાઇપને અર્ણવને પકડવાનું કહ્યું હતું. ત્યાર પછી કુવાની અંદર દોરડું ફેંકવામાં આવ્યું હતું ત્યારે બાળકના પરિવારના સભ્યો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ કુવામાં ઉતરીને દોરડાની મદદથી બાળકને બહાર કાઢવામાં આવ્યો હતો.
આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે અર્ણવ કુવા પાસે રમી રહ્યો છે. ત્યારે તે કુવાની પટ્ટી પર ચાલી રહ્યો છે. ત્યારે અચાનક જ તે પોતાનું સંતુલન ગુમાવે છે અને સીધો કુવાની અંદર પડી જાય છે. ભગવાનની દયાથી આ ઘટનામાં બાળકને કંઈ થયું નથી.
રમતા રમતા 7 વર્ષનો બાળક કુવામાં પડી ગયો, પછી તો કંઈક એવું બન્યું કે… જુઓ ઘટનાનો લાઈવ વિડિયો… pic.twitter.com/RO1QisvoiV
— GUJJU ROCKZ (@gujju_rockz) December 21, 2022
આ ઘટના દરેક માતા પિતા માટે એક ચેતવણી રૂપ કિસ્સો છે. જો તમારા ઘરે પણ આવા કૂવો હોય તો કોઈ દિવસ કૂવાનો ઢાંકણું ખુલ્લો ના રાખો અને બને તો કુવાના ને તાળું લાગી શકે તેવું ઢાંકણું બનાવડાવો. જેના કારણે તમારો બાળક પણ આવી કોઈ ઘટનાનો ભોગ ન બને.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment