મિત્રો તમે સૌ જાણતા જ હશો કે ગુજરાતના રઢુ ગામમાં કામનાથ મહાદેવનું મંદિર આવેલું છે. મિત્રો આ મંદિરમાં આશરે 600 થી 650 વર્ષ જૂનું ઘી સાચવવામાં આવ્યું છે. એટલું જૂનું ઘી છે છતાં પણ ઘી ખરાબ થતું નથી. મિત્રો તમને જણાવી દઈએ કે આ મંદિર વાત્રક નદીના કિનારે અમદાવાદથી 50 કિલોમીટર દૂર ખેડા જિલ્લામાં આવેલું છે.
મિત્રો તમને સૌને ખબર હશે કે ઘરમાં જે સાચવવામાં આવે તો તેમાં એકાદ મહિનામાં ફૂગ વળી જાય છે અને તે ધીમે ધીમે બગડવા લાગે છે. પરંતુ કામનાથ મહાદેવ મંદિરમાં 650 વર્ષ જૂનું ઘી સાચવવામાં આવ્યો છે.
આટલું જૂનું ગીત છે છતાં પણ ઘી જરાક પણ બગડ્યું નથી અને તેમાંથી કોઈપણ પ્રકારની વાસ પણ આવતી નથી. કહેવામાં આવી રહ્યું છે કે આ મંદિરમાં લગભગ 620 જેટલા ઘીના માટલા ભરેલા છે.
મિત્રો તમને જણાવી દઈએ કે આ મંદિરમાંથી ઘી બાર લઈ જઈને બીજા કામમાં ઉપયોગ કરી શકાતું નથી. જો આવું કરો તો તમારે ઘણું બધું સહન કરવું પડી શકે છે. કહેવામાં આવે છે કે આ મંદિરમાં અખંડ જ્યોત ચાલુ રાખવામાં આવે છે. અહીં ઘી ભેગો થવા પાછળ ઘણી બધી માન્યતાઓ છે.
કહેવાય છે કે આજુબાજુના ગામના છો કોઈ પણ વ્યક્તિના ઘરે વાછરડા નો જન્મ થાય તો વલોણા નું ઘી આ મંદિરમાં અર્પણ કરવામાં આવે છે. જેના કારણે વર્ષ દરમિયાન 50 જેટલા માટલા અહીંથી ભરાઈ જાય છે. પછી આખી મંદિરના કામમાં લાગે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment