અંગદાન એજ મહાદાન છે! આજના યુગના લોકો પણ જ્યારે કોઈ પણ વ્યક્તિનો બ્રેઇનડેડ થાય ત્યારે તેમના અંગોનું દાન કરીને બીજા લોકોને નવજીવન આપતાં નજરે પડે છે, ત્યારે એવો જ કિસ્સો સુરત શહેરમાંથી સામે આવ્યા છે કે જ્યાં એક નિવૃત્ત જીવન જીવતા વૃદ્ધનું બ્રેઇનડેડ થતાં તેમના પરિવારે તેના શરીરનું અંગોનું દાન કર્યું છે.
65 વર્ષીય વૃદ્ધનાં શરીરના અંગો જેવા કે કિડની, લિવર દાન કરી પાંચ લોકોને નવજીવન દાન આપ્યું છે. વિસ્તૃતમાં જણાવીશ તો મૂળ ગામનીમાં પશ્ચિમ બંગાળનાં રહેવાસી અને હાલ સુરતના વિધાતા નગરમાં રહે છે, ત્યારે 26 મીના રોજ સવારે નાસ્તો કરવા બેઠા હતા ત્યારે તેમનું બ્લડપ્રેશર વધી જવાથી અચાનક ઊલટીઓ શરૂ થઈ હતી અને બેભાન થઈ ગયા હતા.
તેમના પરીવારજનોએ તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી પ્રાથમિક સારવાર શરૂ થઈ ત્યારબાદ કિરણ હોસ્પિટલ માં તેમને ન્યુરોસર્જન ડોક્ટર ઠાકોરની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે તેમના સીટી સ્કેન કરવામાં આવ્યું ત્યારે તેમનું બ્રેઇન હેમરેજ થયું હતું.
એવામાં તારીખ 27 મે ના રોજ તબીબો દ્વારા તેમને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. તબીબો દ્વારા તેમના પરિવારજનોને અંગદાન વિશેની જાણકારીઓ આપવામાં આવી હતી. એવામાં પવનભાઈના પુત્ર દીપકે જણાવ્યું હતું કે અમે વારંવાર વર્તમાનપત્રના સમાચાર વાંચતા આવ્યા છીએ ત્યારે ઈશ્વરીય કાર્ય છે કે જ્યારે અમારા પિતાજીનો બ્રેઇન ડેડ થયું છે.
અને તેમનું મૃત્યુ નિશ્ચિત છે એટલું જ નહીં તેમનું શરીર બળીને રાખ જ થવાનું છે તો પછી અંગોના દાન કરી કોઈ પીડાતા દર્દીને નવજીવન મળે તો સારી વાત કહેવાય. અત્યારે તેમના પરિવારજનો દ્વારા તેમના અંગોનો અંગદાન કરવાની સંમતિ આપતાની સાથે જ એ STTO ની ટીમને સંપર્ક કરી કીડની અને લિવરનું દાન કરવામાં આવ્યું.
STTO ની દ્વારા કિડની અને લીવર સુરતની કિરણ હોસ્પિટલ ને ફાળવવામાં આવી અને સમાજમાં એક મહત્વ નો દાખલો બેસાડયો છે. ત્યારે વાત કરવામાં આવે તો આજની જાગૃત પેઢીએ કોઈ પણ વ્યકિતનું બ્રેઇન ડેડ થાય અંગદાન કરીને બીજા ઘણા લોકોનું નવજીવન પ્રાપ્ત થાય તેવી પ્રેરણા સૌ કોઈને આપીને અંગદાન અંગેનું માર્ગદર્શન આપવું જરૂરી રહ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment