ગુજરાત રાજ્યમાં હાર્ટ એટેક આવવાના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના રાજકોટમાંથી સામે આવી રહી છે. આ ઘટનામાં હાર્ટ એટેક આવતા એક 60 વર્ષના વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ રાજેન્દ્રભાઈ કાંતિલાલ ઠાકર હતું. તેઓ રાજકોટ શહેરના લક્ષ્મીવાડી મેઇન રોડ ઉપર રહેતા હતા.
રાજેન્દ્રભાઈ દરરોજ સવારે લોકમાન્ય તિલક સ્નાનાગારમાં ન્હાવા જતા હતા. દરરોજની જેમ તેઓ ગઈકાલે પણ નાહવા માટે ગયા હતા. રાજેન્દ્રભાઈ પાણીમાં સ્વિમિંગ કરી રહ્યા હતા, ત્યારે અચાનક જ તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. આ દરમિયાન ત્યાં હાજર કેટલાક લોકો તરત રાજેન્દ્રભાઈ પાસે પહોંચી આવ્યા હતા અને તેમને પૂછ્યું હતું કે શું થયું છે.?
ત્યારે રાજેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે તેમને છાતીમાં દુખાવો થાય છે. પછી તો તાત્કાલિક 108 ની મદદથી રાજેન્દ્ર ભાઈને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન રાજેન્દ્રભાઈ અંતિમ શ્વાસ લીધા હતા.
જાણવા મળી રહ્યું છે કે, રાજેન્દ્રભાઈ સ્વિમિંગ કરીને પાણીમાંથી બહાર નીકળ્યા ત્યારે અચાનક જ તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તેમનું હાર્ટ એટેક આવતા મોત થયું હતું. આ ઘટના બનતા જ સ્વિમિંગ પૂલના તમામ મેમ્બરોમાં શોખનું મોજુ ફરી વળ્યું હતું. રાજેન્દ્રભાઈના મોતના સમાચાર મળતા જ તેમના પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો.
જાણવા મળી રહ્યું છે કે તેઓ છેલ્લા 15-20 વર્ષથી નિયમિત સ્વિમિંગ માટે સ્નાનાગરમાં આવતા હતા. નિયમિત તેઓ સ્વિમિંગ પૂલમાં સ્વિમિંગ કરતા હતા. ત્યારે તેવામાં ગઈકાલે અચાનક જ તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને પછી તેમનું મોત થઈ ગયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment