સુરતમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. સુરતના મોટા વરાછા ખાતે આવેલી લીટલ સ્ટાર નર્સરી સ્કૂલમાં એક 6 વર્ષની બાળકીનું કમકમાટીભર્યું મોત થયું છે. માસુમ બાળકીને એવું દર્દનાક મોત મળ્યું કે સાંભળીને રુવાડા બેઠા થઈ જશે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, બાળકીને રમતા રમતા જોરદાર કરંટ લાગ્યો હતો, આ કારણસર તેનું મોત થયું છે.
ઘટનાની જાણ થતા ઉત્રાણ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને વધુમાં તપાસ શરૂ કરી દીધી હતી. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મોટા વરાછાના માળી ફળિયામાં રહેતા ચિન્મય માળી સુરતના મહાનગરપાલિકામાં સીટી ઇજનેરની ઓફિસમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા.
તેમની પત્ની મોટા વરાછા સુદામા ચોક પાસે આવેલી લીટલ સ્ટાર નર્સરી સ્કૂલમાં શિક્ષિકા છે. શનિવારના રોજ સવારે ચિન્મયભાઈની પત્ની પોતાની 6 વર્ષની દીકરી રિવાને પોતાની સાથે નર્સરી સ્કૂલમાં લઈ ગઈ હતી. અહીં સ્કૂલમાં માસુમ બાળકી રિવા રમતા રમતા એક રૂમમાં પહોંચી હતી.
આ દરમિયાન રિવાને જોરદાર કરંટ લાગ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે નર્સરી સ્કૂલની બારીમાં એસી માંથી ઉતરેલો કરંટ રિવાને લાગ્યો હતો. ત્યારબાદ રિવા બેભાન થઈ ગઈ હતી. દીકરીને કરંટ લાગ્યો ત્યારે રૂમમાં કોઈ પણ હાજર ન હતું. થોડીક વાર બાદ આ ઘટનાની જાણ બાળકીના માતાને થય હતી.
ત્યારબાદ બાળકીને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં હાજર ડોક્ટરે બાળકીની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી હતી. માત્ર છ વર્ષની દીકરીનું મોત થતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુમાં તપાસ શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment