ગુજરાતના પાટણમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહે છે. ત્યારે દરેક માતા પિતા માટે ચેતવણી રૂપ સમાન કિસ્સો સામે આવી રહ્યો છે. વિગતવાર વાત કરે તે, હારીજી શહેરના દુનિયા વિસ્તારમાં ભીખાભાઈ ભરવાડ નામના વ્યક્તિ પોતાના પરિવાર સાથે રહે છે. ભીખાભાઈ ભરવાડના દીકરા શિવમ સાથે કંઈક એવી ઘટના બની કે હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
જાણવા મળી રહ્યું છે કે દીકરો શિવમ પાણીના સંગ્રહ માટે બનાવેલા હોજમાં પડી ગયો હતો, આ કારણોસર તેનું મોત થઈ ગયું છે. ભીખાભાઈ ભરવાડ lનો દીકરો શિવમ રમતા રમતા પાણીના હોજ પાસે પહોંચ્યો હતો અને તે હોજની અંદર પડી ગયો હતો. આ કારણોસર પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત થઈ ગયું હતું.
દીકરાનું મોત થતા જ પરિવારના સભ્યો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો છે. સમગ્ર ઘટના બની ત્યારે દીકરાની માતા રસોડામાં કામ કરતી હતી. થોડીક વાર પછી માતાએ પોતાના દીકરા શિવમને જોયો નહીં એટલે તેની શોધખોળ કરી હતી. આ દરમિયાન માતાને દીકરો પાણીના હોજમાં કરતો જોવા મળ્યો હતો. જેના કારણે માતાએ બુમબુમ કરી હતી.
જેથી આસપાસના લોકો ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા. ત્યારબાદ માસુમ દીકરા અને હોજમાંથી બહાર કાઢ્યો હતો અને પછી તેને સારવાર માટે હારીજ રેફલર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે દીકરા શિવમ ની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડો તૂટી પડ્યો છે.
આ ઘટના દરેક માતા પિતા માટે ચેતવણી રૂપ સમાન કિસ્સો છે. કારણ કે જ્યારે બાળકો નાના હોય છે. ત્યારે તેમનું ખાસ ધ્યાન રાખવું પડે છે. જરાક પણ નાનકડી એવી ભૂલના કારણે આપણા બાળકોનો જીવ પણ જતો રહે છે. જેથી આપણા બાળકોને એવી વસ્તુની આસપાસ રમવા ન દેવા જેનાથી તેના જીવને જોખમ હોય.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment