મિત્રો હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાંએક 6 વર્ષનો બાળક અચાનક જ ઘરેથી ગુમ થઈ ગયું હતું. ત્યારબાદ માતા પિતાએ બાળકની શોધખોળ શરૂ કરી હતી. 24 કલાક થઈ ગયા છતાં પણ બાળક ન મળ્યો તેથી માતા-પિતાએ બાળકના ગુમ થવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. આ દરમિયાન પોલીસને રિપોર્ટમાં એક બાળકનું મૃતદેહ મળી આવવાની માહિતી મળી હતી.
ત્યારબાદ પોલીસે જે લોકોએ બાળક ગુમ થવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી તે લોકોને ઓળખ માટે બોલાવ્યા હતા. ત્યારે માતા પિતાએ દીકરાની ઓળખ કરી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના જોધપુરમાં બની હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો માંગીલાલ ભીલ નામના વ્યક્તિનો 6 વર્ષનો સ્વરૂપ નામનો દીકરો સોમવારના રોજ શાળાએથી પરત આવ્યા બાદ ઘરની બહાર રમવા માટે ગયો હતો.
પરિવારના સભ્યોએ વિચાર્યું કે સ્વરૂપ પોતાના મિત્રો સાથે રમી રહ્યો હશે. મોદી સાંજ થઈ ગઈ છતાં પણ સ્વર્ગ ઘરે આવ્યો નહીં તેથી પરિવારના લોકોએ તેની શોધખોળ શરૂ કરી હતી. પરિવારના લોકોએ મોડી રાત સુધી સ્વરૂપની શોધખોળ કરી પરંતુ તેનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નહીં. ચિંતામાં મુકાઈ ગયેલા માતા-પિતાએ મંગળવારના રોજ સવારે ફરીથી દીકરાની શોધખો શરૂ કરી હતી.
માતા પિતાએ ઘણા લોકોને પૂછ્યું પરંતુ કોઈ પણ પ્રકારનો સુરાગ મળ્યો નહીં. છેવટે હાર માનીને માતા પિતાએ બપોરે પોલીસ સ્ટેશનમાં સ્વરૂપના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે મંગળવારના રોજ રાત્રે 8:00 વાગ્યાની આસપાસ પોલીસને માહિતી મળી હતી કે એક સ્વિમિંગ પૂલમાં બાળકનું મૃતદેહ પડેલું છે.
તેથી માતા પિતાને ઓળખ માટે બોલાવવામાં આવ્યા હતા. સ્વિમિંગ પૂલમાંથી મળી આવેલું બાળકનું મૃતદેહ બીજા કોઈનું નહીં પરંતુ સ્વરૂપનું જ હતું. આ ઘટના બનતા જ બાળકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ માસુમ બાળક સાથે શું થયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ બાળકના મૃત દેને પરિવારજનોને સપવામાં આવશે. બાળકનો કોઈએ જીવ લઈ લીધો છે અથવા તો બાળક અકસ્માતનો શિકાર બન્યો છે તેની પોલીસ જાણકારી મેળવી રહી છે. ઘટના સ્થળે આસપાસ લાગેલા કેટલાક સીસીટીવી ફૂટેજ પણ પોલીસે તપાસ કરવાનું શરૂ કરી દીધું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment