સોશિયલ મીડિયાની દુનિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વખત એવા વિડિયો સામે આવતા હોય છે જે જોઈને આપણા રૂવાડા બેઠા થઈ જતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જેક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
મિત્રો તમે ઘણા એવા લોકો જોયા હશે કે જેને એડવેન્ચર કરવું ખૂબ જ ગમતું હોય છે. પરંતુ અમુક વખત એક નાનકડી એવી ભૂલના કારણે એડવેન્ચર કરવું ભારે પડી જતું હોય છે. ત્યારે તાજેતરમાં બનેલી તેવી જ રીતે ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક 6 વર્ષનો બાળક 40 ફૂટની ઊંચાઈ પરથી નીચે પડે છે. જાણવા મળી રહ્યું છે કે એડવેન્ચર કરવાના ચક્કરમાં 6 વર્ષનો બાળક લગભગ 40 ftની ઊંચાઈ પરથી નીચે પડ્યો છે. આ કાળજુ કંપાવી દેનારો વિડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
🇲🇽 • A six-year-old boy falls from a height of 12 meters while on a ropes rack at Fundidora Park in Monterrey, Mexico pic.twitter.com/DAysWyikiA
— Around the world (@1Around_theworl) June 26, 2023
વાયરલ થયેલા વીડિયોમાં દ્રશ્યો પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, બાળક પોતાના પિતા સાથે ઝીપ લાઇન એડવેન્ચરનો આનંદ માણી રહ્યો હતો. આ દરમિયાન પિતા પોતાના બાળકને આગળ વધવા માટે પ્રોત્સાહન આપતા હોય તેવું વીડિયોમાં જોવા મળી રહ્યું છે.
ત્યારે અચાનક જ બાળકના શરીર બાંધેલું સેફટી માટેનું દોરાડું તૂટી જાય છે. જેના કારણે બાળક સીધો ખીણમાં પડે છે. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર સૌ કોઈ લોકોની ચીસો નીકળી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે વાયરલ થઈ રહેલો વિડિયો મેક્સિકોના મોન્ટેરીના એક પાર્કનો છે. આ ઘટનામાં પછી બાળક સાથે શું થયું તેની કોઈ પણ માહિતી સામે આવી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment