છેલ્લા ઘણા સમયથી સુસાઇડની ઘટનાઓ વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક વ્યક્તિએ ઝેરી દવા પી લીધી હતી. ત્યાર પછી પરિવારના સભ્યો તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલ પહોંચે તે પહેલા તો રસ્તામાં જ તેમનું મોત થઈ ગયું હતું.
આ ઘટનાના સમાચાર મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે હોસ્પિટલ ખાતે પહોંચ્યા આવી હતી અને મૃત્યુ પામેલા વ્યક્તિના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું. આ ઘટના ઉત્તર પ્રદેશના ઝાંસીમાંથી સામે આવી રહી છે. અહીં એક 55 વર્ષના રાધેલાલ નામના વ્યક્તિ મજૂરી કામ કરતા હતા.
પરિવારના સભ્યોએ જણાવ્યું કે રાધેલાલને દારૂની લત હતી. પરિવારના સભ્યોએ ઘણી વખત તેમને દારૂ ન પીવા માટે સમજાવ્યા હતા અને તેમને રોક્યા પણ હતા. પરંતુ તેઓ કોઈની વાત માનવા તૈયાર જ હતા. શુક્રવારના રોજ રાધેલાલે ખૂબ જ વધુ પડતો દારૂ પી લીધો હતો.
પછી ઘરે આવીને રાધેલાલે નશાની હાલતમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી. સંબંધી હોય ત્યારે ઘરે આવ્યા ત્યારે તેમને રાધેલાલને બેભાન અવસ્થામાં રૂમમાં પડેલા જોયા હતા. પછી તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અહીં હાજર ડોક્ટરે રાધેલાલની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.
આ ઘટનાની જાણ થતા જ સગા સંબંધીઓ રડતા રડતા હોસ્પિટલ ખાતે પહોંચી આવ્યા હતા. પછી ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી. ત્યારબાદ હોસ્પિટલે પહોંચેલી પોલીસે પચનામું કરીને પોસ્ટમોર્ટમની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. રાધેલાલના સુસાઇડના કારણે એક દીકરી અને એક દીકરા એ પિતાની છત્રછાયા ગુમાવી છે. રાધેલાલના બંને સંતાન ના લગ્ન થઈ ગયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment