ભરૂચમાં 52 વર્ષના વ્યક્તિએ રડતા રડતા વિડીયો બનાવીને સુસાઈડ કરી લીધું… વીડિયોમાં કહ્યું કે “હું એકલો પડી ગયો છું, મારા મોત પાછળ…”

ભરૂચમાં બનેલી એક ચોકાવનારી સુસાઇડની ઘટના સામે આવી રહી છે. જાણવા મળી રહ્યું છે કે, ભરૂચના મોદી પાર્ક નજીક આવેલા દેવ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા 52 વર્ષના વ્યક્તિએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. સુસાઇડ કરતા પહેલા વ્યક્તિએ એક વીડિયો પણ બનાવ્યો હતો. જે હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં સુસાઇડ કરનાર વ્યક્તિ પોતાની પત્ની અને સાસુ-સસરાના ત્રાસથી કંટાળીને આ પગલું ફરે છે તેવું જણાવી રહ્યો છે. આ ઉપરાંત તેઓ પોતાના સાસુ-સસરા અને પત્ની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરે છે.

વિગતવાર વાત કરીએ તો, સુસાઇડ કરનાર વ્યક્તિનું નામ અશ્વિનભાઈ ચૌહાણ હતું અને તેમની ઉંમર 52 વર્ષની હતી. અશ્વિનભાઈ પોતાની પત્ની અને સાસરીયાઓના ત્રાસથી કંટાળીને સુસાઇડ કરી લીધું છે. જાણવા મળી રહ્યું છે કે, અશ્વિનભાઈને તેમની પત્ની ત્રણ વર્ષથી છોડીને ચાલી ગઈ હતી.

ત્યારબાદ અશ્વિનભાઈ એકલવાયું જીવન જીવતા હતા. અશ્વિનભાઈની પત્ની અને સાસરિયાઓ અશ્વિનભાઈનું ઘર ઝડપી લેવાના ઇરાદામાં તેમને અવારનવાર ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ અશ્વિનભાઈ વીડિયોમાં કર્યો છે. આ ઘટના બન્યા બાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી.

હાલમાં પોલીસે વીડિયોના આધારે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઉપરાંત અશ્વિનભાઈ ના સુસાઇડ પહેલા નો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં અશ્વિનભાઈ એવું કહી રહ્યા છે કે, હું એકલો પડી ગયો છું મારા મોત પાછળ મારી પત્ની અને સાસરિયાંઓ જવાબદાર છે. આ ઉપરાંત તેઓ વીડિયોમાં રડતા પણ જ્યારે પડી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*