હાલમાં બનેલી એક અજીબો ગરીબ લવ સ્ટોરી સામે આવી છે. આ ઘટના સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો. એક 50 વર્ષની મહિલા 20 વર્ષના છોકરા સાથે ભાગી ગઇ છે. આ ચોંકાવનારી ઘટના છતરપુરમાં બની હતી. મળતી માહિતી અનુસાર 50 વર્ષીય મહિલા પોતાના 7 બાળકો ને મૂકીને 20 વર્ષના યુવક સાથે ભાગી ગઇ છે.
આ સમગ્ર ઘટનાને લઇને મહિલાના પતિ અને સાસુને મહિલાના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. મહિલાના 55 વર્ષીય પતિએ જણાવ્યું કે, અમારા બન્નેના લગ્ન 35 વર્ષ પહેલા થયા હતા. અમારે સાત બાળકો છે. ત્યારે અમે થોડા દિવસો પહેલા એક ગામમાં પાક લણવા ગયા હતા.
આ દરમિયાન 20 વર્ષનો મહેશ નામનો યુવક પણ ત્યાં પાક લાગતો હતો. ત્યારે ધીમે ધીમે મારી પત્ની અને મહેશ વચ્ચે મિત્રતા વધતી ગઈ. બંને એકબીજા સાથે વાત કરવાનું શરૂ કર્યું અને પાક લાડવાનું કામ પૂરું થતાં જ બંને ગાયબ થઇ ગયા હતા. ત્યારબાદ ઝૂમ પરિવારના સભ્યો સાથે મારી પત્નીને શોધવા નીકળ્યો હતો.
જ્યારે અમે મહેશના ઘરે પહોંચ્યા ત્યારે મહેશની માતાએ એમને ભગાડી દીધા હતા. મહેશની માતાએ કહ્યું હતું કે, તારી પત્ની મારા છોકરાને લઈને ભાગી ગઈ છે અને તું મારા ઘરે આવી ગયો છો. ફરીથી મારા ઘરે આવતો નહીં નહીંતર સારું નહીં થાય. મળતી માહિતી મુજબ 20 વર્ષના યુવક સાથે ભાગી ગયેલી મહિલાને 5 દિકરીઓ અને 2 દીકરાઓ છે.
આટલું જ નહી પરંતુ મહિલાના પતિએ જણાવ્યું કે, અમારા ઘરનો સામાન વેચીને પૈસા લઈને મારી પત્ની ભાગી ગઈ છે. મળતી માહિતી અનુસાર પતિએ 20 એપ્રિલના રોજ પત્ની ભાગી જવાની ફરિયાદ કરવા ગયો હતો. પતિએ ફરિયાદ કરી પરંતુ કોઈ પણ ફરિયાદ સાંભળી નહીં. હાલમાં પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment