મિત્રો સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે. જેમાં અકસ્માતને કારણે હસતા ખેલતા પરિવાર જતા હોય છે. ત્યારે શનિવારના રોજ રાત્રે બનેલી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં બાઈક પર સવારે એક યુવકે રસ્તા પર ચાલી રહેલા બે યુવકો અને એક બાળકીને ટક્કર લગાવી હતી.
ટક્કર લાગ્યા બાદ બાઈક બેકાબુ બનીને રોડ પર પડી હતી. આ ઘટનામાં 5 વર્ષની બાળકીનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઉપરાંત બાળકીના પિતા અને બાઇક સવાર સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ ગંભીર અકસ્માત્રી ઘટના ભરતપુરના સીટી વિસ્તારમાં બની હતી.
મળતી માહિતી અનુસાર દેવેન્દ્ર નામનો વ્યક્તિ પોતાની 5 વર્ષની દીકરી સોનાક્ષી સાથે સંબંધિત લગ્નમાં ગયો હતો. દેવેન્દ્ર અને તેના કેટલા સંબંધીઓ ચાલીને લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન દેવેન્દ્રની દીકરી સોનાક્ષી પણ તેની સાથે હતી.
ત્યારે એક બાઈક ચાલક આ લોકોને જબરદસ્ત ટક્કર લગાવી હતી અને બાઈક આગળ જઈને રોડ પર ખાબકી હતી. અકસ્માતના પગલે 5 વર્ષની માસુમ સોનાક્ષીનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે સોનાક્ષીના પિતા અને સંબંધી ઇજાગ્રસ્ત થયા હતા.
તેમને ગામના લોકો હોસ્પિટલ લઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર સોનાક્ષીને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. આ ઘટના બનતા જ મૃતકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
આ ઘટનાની જાણ થતા બાઇક સવારના પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર બાઇક સવારે યુવકને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પાંચ વર્ષની માસુમ દીકરીના મૃત્યુના કારણે તેના પરિવારજનો અને ગામના લોકોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment