શેરીમાં સાયકલ ચલાવતા 5 વર્ષના બાળકને અચાનક જ પેટમાં દુખાવો થયો, પછી તો કંઈક એવું બન્યું કે… બાળકનું દર્દનાક મોત…

હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક 5 વર્ષના બાળકનું શંકાસ્પદ સંજોગોમાં મોત થતા હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે બાળક સોસાયટીના અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો. ત્યારે અચાનક જ તેને પેટમાં દુખાવો ઉપડ્યો હતો.

ત્યાર પછી માસુમ બાળકોનું મોત થઈ ગયું હતું. બાળકનું મોત કયા કારણોસર થયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં તો પોલીસે મૃત્યુ પામેલા બાળકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને મૃતદેહને પરિવારજનોને સોંપી દીધું છે. આ ઘટના હરિયાણાના કરનાલમાંથી સામે આવી રહી છે.

મૃત્યુ પામેલા માસુમ બાળકનું નામ ગૌરવ હતું અને તેની ઉંમર પાંચ વર્ષની હતી. ગૌરવ સોમવારના રોજ સાંજના સમયે શેરીમાં અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો. ગૌરવ સાયકલ ચલાવતો હતો ત્યારે અચાનક જ તેને પેટમાં દુખાવો ઉપડ્યો હતો. ત્યાર પછી ગૌરવ ઘરે ગયો હતો અને તેને પોતાની માતાને કહ્યું હતું કે તેને પેટમાં દુખે છે.

જેથી ગૌરવના પિતા ગામમાંથી દવા લાવ્યા હતા. ત્યારબાદ ગૌરવને દવા પીવડાવવામાં આવી હતી. એટલે તેને પેટમાં દુખાવો મટી ગયો હતો અને તે શાંતિથી સૂઈ ગયો હતો. ત્યારે મંગળવારના રોજ સવારે લગભગ પાંચ વાગ્યાની આસપાસ ફરી એકવાર ગૌરવના પેટમાં દુખાવો ઉપડ્યો હતો. આ કારણોસર પરિવારના સભ્યો ગૌરવને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

જ્યાં ગૌરવનું સારવાર દરમિયાન મોત થયું હતું. દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ગૌરવ ના પિતા ખેતી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. અચાનક જ ગૌરવનું મૃત્યુ કયા કારણોસર થઈ ગયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*