5 વર્ષના બાળકે 3 વર્ષના માસુમ બાળકને ગટરમાં ફેકી દીધો, બાળકનું રિબાઇ રિબાઈને મોત…જુઓ ઘટનાનો લાઈવ વિડિયો…

Published on: 10:57 am, Thu, 10 November 22

હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ઘટનામાં એક 5 વર્ષનો બાળક 3 વર્ષના બાળક સાથે કંઈક એવું કરે છે કે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. મળતી માહિતી અનુસાર 5 વર્ષનો બાળક માત્ર 3 વર્ષના બાળકને ગટરમાં ફેંકી દે છે. જેના કારણે ત્રણ વર્ષના બાળકનું કરુણ મોત થાય છે.

મૃત્યુ પામેલા બાળકનું નામ આયુષ હતું. આ ઘટના બની ત્યારે સૌપ્રથમ એવું લાગ્યું કે કોર્પોરેશનની ભૂલના કારણે આ ઘટના બની છે અને કોર્પોરેશન સામે ઘણા બધા પ્રશ્નો ઉઠાવ્યા હતા. ત્યારબાદ કોર્પોરેશનની ટીમ દ્વારા આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે આ ઘટનામાં અમારી ભૂલ નથી.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે આયુષ કેટલાક બાળકો સાથે રમતો જોવા મળી રહ્યો છે. થોડીક વાર બાદ આયુષ ગટર પાસે આવે છે. તેની સાથે તેના કરતા એક મોટો બાળક પણ દેખાય છે. તે બાળક આયુષનો હાથ પકડીને તેને ગટરમાં નાખી દે છે.

ત્યારબાદ આયુષ રડવા લાગે છે અને જોર જોરથી ચીસો પાડે છે અને થોડાક સમય બાદ તેનું મૃત્યુ થાય છે. આ ઘટના પટનાના રાજીવ નગરમાં બની હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આયુષને ગટરમાં ફેકી દેના બાળકની ઉંમર પાંચ વર્ષની છે.

આ ઘટના સોમવારના રોજ બની હતી. આયુષનું મૃત્યુ થતાં જ તેના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો છે. ઘટનાના વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજ માં તમે જોઈ શકો છો કે, બે બાળકો ગટર પાસે ઉભેલા જોવા મળી રહ્યા છે. જેમાંથી એક બાળક તેનાથી નાની ઉંમરના બાળકને ગટરમાં ફેંકી દે છે.

જેના કારણે ગટરમાં પડેલા બાળકનું મોત થાય છે. પાંચ વર્ષના બાળકે આયુષ સાથે શા માટે આવું કર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહીઓ ચાલી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "5 વર્ષના બાળકે 3 વર્ષના માસુમ બાળકને ગટરમાં ફેકી દીધો, બાળકનું રિબાઇ રિબાઈને મોત…જુઓ ઘટનાનો લાઈવ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*