સ્કૂલ બસમાંથી નીચે ઉતરીને 5 વર્ષનો બાળક 20 ડગલા ચાલ્યો હશે, ત્યાં ક્યાંક એવું બન્યું કે… હિમ્મત હોય તો જ આખો વિડિયો જોજો…

આજકાલ અકસ્માતના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. તમે ઘણી એવી અકસ્માતની(accident) ઘટનાઓ વિશે સાંભળ્યું હશે અથવા તો જોયું હશે, જેમાં એક જણાની બેદરકારીના કારણે અન્ય લોકોએ પોતાનો જીવ ગુમાવો પડતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક સ્કૂલ બસ ચાલકની બેદરકારીના કારણે 5 વર્ષના બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે.

બાળક સ્કૂલ બસમાંથી નીચે ઉતર્યો હતો અને પોતાના ઘર તરફ આગળ વધી રહ્યો હતો. હજુ તો બાળક 20 ડગલા ચાલ્યો હશે ત્યાં સ્કૂલ બસ ચાલકે બસને આગળ વધારી હતી. આ દરમિયાન બસની આગળ ચાલી રહેલો બાળક બસની અડફેટેમાં આવી ગયો હતો.

આ ઘટનામાં બસનું ટાયર બાળકના માથા ઉપરથી પસાર થઈ ગયું હતું. આ કારણોસર તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, બસ ચાલકની બેદરકારીના કારણે માસુમે પોતાનો જીવ ગુમાવ્યો છે.

આ ઘટના બિહારના હાજીપુરમાંથી સામે આવી રહે છે. અકસ્માતની ઘટના બન્યા બાદ બસનો ડ્રાઇવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનામાં મૃત્યુ પામેલા બાળકનું નામ પ્રીતમ કુમાર હતું અને તેની ઉંમર માત્ર પાંચ વર્ષની હતી. પ્રીતમ સુર્યા ઇન્ટરનેશનલ સ્કૂલમાં નર્સરી ક્લાસમાં અભ્યાસ કરતો હતો.

માત્ર પાંચ વર્ષના દીકરાનું મોત થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો છે. સમગ્ર ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો ખૂબ જ રોષે ભરાયા હતા. સ્થાનિક લોકોનું કહેવું છે કે, શાળા પૈસા બચાવવા માટે બસમાં કંડકટર રાખતી નથી. આ કારણોસર આ અકસ્માતની ઘટના બની છે.

ગુસ્સે ભરાયેલા સ્થાનિક લોકોએ બસની તોડફોડ કરી નાખી હતી. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*