એક 5 વર્ષના બાળકને ટ્રાન્સફોર્મર તારને અડતા લાગ્યો કરંટ – જુઓ ઘટનાનો વીડિયો

58

ઝુંઝુનુ(રાજસ્થાન): રાજસ્થાનના(Rajasthan) ઝુંઝુનુનો(Jhunjhunu) ચોંકાવનારો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ નૂહુંદ(Nuhund) ગામમાં આ આદિલ નામના પાંચ વર્ષના બાળકે ટ્રાન્સફોર્મર તારને પકડતા બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. મળતી માહિતી મુજબ બાળકે ટ્રાન્સફોર્મરનો હાઇવોલ્ટેજનો તાર પકડી લીધો હતો.

અને આ સમગ્ર ઘટના ઘરની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફુટેજમાં તમે જોઈ શકો છો કે બે બાળકો ચાલતા ચાલતા આવી રહ્યા છે.

અને ત્યારે એક બાળક રોડની કિનારે રહેલા એક ટ્રાન્સફોર્મર હાઇવોલ્ટેજ તાર પાસે પહોંચી જાય છે અને બાળક ટ્રાન્સફોર્મર ના લટકતા તાર અડે છે. ત્યારે બાળકને કરંટ લાગે છે.

અને બાળક જમીન પર નીચે પડી જાય છે. આ જોઈને બાળકની સાથે આવેલો બીજો બાળક ત્યાંથી ભાગી જાય છે. પરંતુ રોડ પર પસાર થયેલા યુવકની નજર કરંટ લાગેલ આ બાળક પર પડે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો અને જોતજોતામાં તો ટ્રાન્સફોર્મર માંથી ધુમાડા નીકળવા લાગે છે. ત્યાર બાદ યુવક ની મદદથી બાળકના હાથને ટ્રાન્સફોર્મર તારથી છૂટો પાડે છે.

ત્યારબાદ ત્યાં હાજર લોકો બાળકને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં લઇ જાય છે. મળતી માહિતી અનુસાર ભારે વરસાદના કારણે ટ્રાન્સફોર્મરમાં કરંટ ફેલાયો હતો અને તેને કારણે આ સમગ્ર ઘટના બની હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!