ગુજરાત રાજ્યમાં હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ દિવસેને દિવસે વધવી રહી છે. ત્યારે હાલમાં રાજકોટમાં હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની વધુ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં રાજકોટ શહેરના સામા કાંઠા વિસ્તારમાં રહેતા અને ઇમિટેશનનું કામ કરતા 44 વર્ષના વેપારીનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હતું.
આ ઘટના બનતા જ વેપારીના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો, સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કર્યા તો 44 વર્ષના કિશોરભાઈ ભીખાભાઈ ચૌહાણ ગત પાંચ તારીખના રોજ બપોરે પોતાના ઘરે હતા. આ દરમિયાન અચાનક જ તેમને છાતીમાં દુખાવો થાય છે તેવું તેમને પોતાના પરિવારજનોને કહ્યું હતું. પરિવારના સભ્યો કાંઈ સમજે તે પહેલા તો છાતીમાં દુખાવાના કારણે કિશોરભાઈ ઢળી પડ્યા હતા અને તેઓ અર્ધબેભાન થઈ ગયા હતા.
પછી પરિવારના સભ્યો કિશોરભાઈને તાત્કાલિક ગોકુલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. અહીં તાત્કાલિકમાં તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. ત્યારે બીજા દિવસે બપોરે 2.30 વાગ્યાની આસપાસ સારવાર દરમિયાન કિશોરભાઈ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બનતા જ કિશોરભાઈ ના પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો છે.
જાણવા મળી રહ્યું છે કે કિશોરભાઈની હૃદયની મોટાભાગની નળીઓ બ્લોક થઈ ગઈ હતી. આ કારણસર તેમને હાર્ટ એટેક આવી ગયો હતો. ઘટનાની માહિતી મળ્યા બાદ બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ તેમને કિશોરભાઈના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યું હતું.
કિશોરભાઈને આપેલા ક્યારેય પણ છાતીમાં દુખાવો થયો ન હતો. અચાનક જ હાર્ટ એટેક આવતા તેમનું મોત થઈ ગયું છે. કિશોરભાઈના મોતના કારણે 21 વર્ષના દીકરાએ અને 17 વર્ષની દીકરીએ પિતાની છત્ર છાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment