મિત્રો સાથે વાતચીત કરતા કરતા 43 વર્ષીય યુવક ને આવ્યો હાર્ટ એટેક આવવાના કારણે દુઃખદ નિધન, પરિવારમાં શોકનો માહોલ…

મોડાસા શહેરમાં તત્વ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થા ચાલી રહી છે જે હજારો વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહી છે. મિત્રો વાત જાણે એમ છે કે તત્વ ઇન્સ્ટિટયૂટ નામની સંસ્થાના સુપ્રીડેન્ટ આસિસ્ટન્ટ નવનીતભાઈ પલાતનું માત્ર 43 વર્ષની ઉંમરે હાર્ટ એટેક થી મોત થયું છે.

જી હા મિત્રો બિલકુલ તમે સાચું સાંભળી રહ્યા છો કે માત્ર 43 વર્ષની ઉંમરે નવનીત ભાઈને હાર્ટ એટેક આવતા તેની સારવાર દરમિયાન મોત થયું છે જેના કારણે પરિવારજનો સહિત સગા સંબંધીઓએ હોસ્પિટલમાં આક્રદ કરી મૂક્યું હતું. તત્વ ઇન્સ્ટિટયૂટમાં ભારે શોકની લાગણીઓ છવાઈ ગઈ હતી.

મોડાસા શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થા તત્વ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનિકલ સ્ટડીઝના સુપ્રીડેન્ટ તરીકે છેલ્લા 12 વર્ષથી ફરજ બજાવતા યુવાન નવનીતભાઈ પલાદ મૂળ આંબાબા તાલુકાના ભિલોડા મોડાસા ખાતે સોમવારની રાત્રે જમીને પોતાના પરિવાર અને મિત્રો સાથે વાતચીત કરી રહ્યા હતા

અને અચાનક જ તેમની છાતીમાં દુખાવો ઉપડતા શહેરની ખાનગી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં તેઓને મિત્રો સાથે ચેક કરાવવા લઈ ગયા અને ત્યાં જાણવા મળ્યું કે તેમને હાર્ટ એટેક આવ્યો છે અને તેના કારણે તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી હતી.ચાલુ સારવાર દરમિયાન અચાનક જ સવારે તેમને હૃદય રોગનો તીવ્ર હુમલો

આવતા તેમનું હૃદય ધબકારા લેવાનું બંધ કરી દેતા તબીબો એ ભારે મહેનત કર્યા બાદ પણ હૃદય ફરીથી ધબકતું ન થતા તબીબો એ તેમને મૃત જાહેર કર્યા હતા. હાર્ટ એટેકના મોતના પગલે આઘાતમાં સરી પડ્યા હતા તેમના પરિવારના લોકો અને તેમનું મૃત્યુ થતા તત્વ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકલ સ્ટડીઝના ટ્રસ્ટીઓ અને સ્ટાફ મોટી સંખ્યામાં હોસ્પિટલે પહોંચ્યો હતો અને આ ઘટના બનતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*