ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે સુરત શહેરમાં વધુ એક યુવકનું મોત નીપજતા હાર્ટ એટેકની શંકા સેવાઈ રહે છે. આ ઘટના બનતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટના ઓલપાડ માંથી સામે આવી રહી છે. વિગતવાર વાત કરીએ તો ઓલપાડ તાલુકાના 42 વર્ષના એક વ્યક્તિ અચાનક જ પોતાના ઘરમાં ઢળી પડ્યા હતા, ત્યારબાદ તેમને મોત થઈ ગયું હતું. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ વિપુલકુમાર બળવંતભાઈ હતું.
જાણવા મળી રહ્યો છે કે વિપુલકુમાર જ્યારે પોતાના ઘરે હતા ત્યારે અચાનક જ તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. ત્યારબાદ પરિવારના સભ્યો તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા.
જ્યાં હાજર ડોક્ટરે વિપુલભાઈની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘરના મોભીના મોતના સમાચાર મળતા જ પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો. એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે વિપુલભાઈનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હશે.
આવી જ એક ઘટના સુરતના ડીંડોલી વિસ્તારમાં બની હતી. આ ઘટનામાં એક 35 વર્ષના ધર્મવીર નામના વ્યક્તિને અચાનક જ છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને ત્યારબાદ તેમને દવાખાને લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment