જૂનાગઢના માણાવદરમાં એક મહિલા એસિડ પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ સમગ્ર ઘટના બનતા જ ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી વૃદ્ધ મહિલાના પુત્રના આક્ષેપ છે કે તંત્રની ડિમોલિશનની કામગીરી ના કારણે મારા માતા આ પ્રકારનું પગલું ભર્યું છે.
મળતી માહિતી અનુસાર માણવદરની ખારા નદીના કાંઠે રિવરફ્રન્ટની કામગીરી ચાલી રહી છે. તેના કારણે તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં દબાણ દૂર કરવા મૃત્યુ પામેલી મહિલાના દીકરા નું મકાન ધરાશાયી કરતા મહિલાએ એસિડ પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.
મૃત્યુ પામેલી મહિલાના દીકરાની ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર નદી કાંઠે આવેલા સરકારી જમીન પર આવેલા મકાનનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું.
જેના કારણે અહીં વર્ષોથી રહેલા દેવુબેન નાનુભાઈ સોલંકી નામની વૃદ્ધ મહિલાએ એસિડ પીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. મળતી માહિતી અનુસાર જ્યારે દેવુબેન એસિડ પીધું ત્યારબાદ તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પરંતુ ત્યાં હાજર ડોક્ટર દ્વારા દેવુબેન ને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર ડીમોલેશન ના કારણે દેવુબેન ને પોતાની જીવનની મૂડીનું ઘર ગુમાવ્યું તેના કારણે તેમને આ પગલું ભર્યું હતું. આ ઘટના બનતા જ પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment