હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં રસોડામાં અચાનક જ પ્રેશર કુકર ફાટતા એક મહિલાનું મોત થયું છે. કુકરનો વિસ્ફોટનો અવાજ આટલો જોરદાર હતો કે 200 મીટર સુધી લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. આ ઘટના આજરોજ સવારે 11 વાગ્યાની આસપાસ બની હતી.
માહિતી માહિતી અનુસાર 40 વર્ષની કિરણ નામની મહિલા રસોડામાં રસોઈ બનાવી રહી હતી. આ દરમિયાન રસોડામાં અચાનક જ પ્રેશર કુકર ફાટ્યું હતું. જેના કારણે કિરણ નામની મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. આ ઘટનામાં તેનો ચહેરો સંપૂર્ણ રીતે બળી ગયો હતો.
જેથી કિરણનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. આ ઘટના બની ત્યારે કિરણ ઘરે એકલી હતી. કિરણનો પુત્ર થોડાક સમય પહેલા જ પુસ્તક ખરીદવા માટે બહાર ગયો હતો. આ ઘટના બનતા જ મહિલાના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ ઘટના જયપુરમાંથી સામે આવી રહી છે.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, જ્યારે પ્રેશર કુકર ફાટવાની ઘટના બની ત્યારે એક ખૂબ જ જોરદાર અવાજ આવ્યો હતો. દૂર દૂર સુધી આ અવાજ આવ્યો હતો અને લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા. ત્યારબાદ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘરની અંદર જોઈને જોયું ત્યારે કિરણ રસોડામાં નીચે પડેલી હતી.
ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે ઊંચે આવી હતી. ત્યારબાદ પોલીસે મૃત્યુ પામેલી કિરણના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ આ ઘટનાની જાણ મૃત્યુ પામેલી મહિલાના પતિને કરવામાં આવી હતી. પ્રેશર ઉપર ફાટતા જ કૂકરના નાના નાના ટુકડા મહિલાના ચહેરાની અંદર ઘૂસી ગયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment