ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહે છે. ત્યારે જેતપુરમાં(Jetpur) બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં પ્રેમમાં પાગલ બનેલા પ્રેમીઓ એક મહિલાનો જીવ લઈ લીધો છે. મળતી માહિતી અનુસાર વિરપુરમાં(Virpur) રહેતા કંચનબેન વાઘેલા નામની પરિણિત મહિલા જેતપુર સ્થિત એક કારખાનામાં મજૂરી કામ કરતી હતી.
ઘટનાના દિવસે મહિલા મજૂરી કામ કરીને દરરોજની જેમ સાંજના સમયે પોતાના ઘરે જલારામ નગર વિસ્તારમાં જતી હતી. ત્યારે રસ્તામાં કોઈ અજાણ્યા શકશે મહિલા ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા અને ત્યારબાદ આરોપી ઘટના સ્થળેથી ભાગી ગયો હતો.
સમગ્ર ઘટના બની આ બાદ ગણતરીની કલાકોમાં જ પોલીસે આરોપીને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર આરોપી બસ સ્ટેશન પાસે વાહનમાં બેસીને ભાગવાની ફિરાકમાં હતો. પરંતુ તે પહેલા આરોપીને પોલીસે ઝડપે લીધો હતો. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીનું નામ નારણભાઈ કેશુભાઈ ડાલીયા હતું અને તેની ઉંમર 40 વર્ષની હતી.
તે જેતપુરના દેરડી ધારા પાસે રહેતો હતો. આરોપી છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતો હતો. જીવ લેવાનું કારણ પોલીસે જણાવ્યું હતું કે, જેતપુરમાં સામાકાંઠા સ્થિત તેના મકાનમાં 15 એક વર્ષ પહેલા મૃત્યુ પામેલા કંચનબેન ચાવડા પોતાના પતિ સાથે ભાડે રહેતા હતા. આ દરમિયાન આરોપી અને કંચનબેન વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.
છ એક વર્ષ પહેલા મૃત્યુ પામેલા કંચનબેન પોતાના પતિ ગોવિંદભાઈ વાઘેલા સાથે વીરપુર રહેવા માટે આવી ગયા હતા. જેથી આરોપી અને કંચનબેનનો સબંધ અને સંપર્ક ઓછો થઈ ગયો હતો. પરંતુ આરોપી કંચનબેન નો પીછો છોડતો ન હતો. જ્યારે કંચનબેન મજૂરી કામ પતાવીને પોતાના ઘરે જઈ રહ્યા હતા.
આરોપીએ પીછો કરીને કંચનબેન પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા. આ કારણોસર કંચનબેનનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને પકડી પાડ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment