આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં માતા પિતાની નજર સામે 4 વર્ષનો માસુમ બાળક ડમ્પરની નીચે કચડાઈ ગયો હતો. ડમ્પરની નીચે કઠણાઈ જતા જો બાળકનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે બાઈક પર ઘરે જઈ રહેલા પતિ પત્ની અને બે બાળકોને ડમ્પરે જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ચાર વર્ષનો માસુમ બાળક હવામાં ફગોળાઈને ડમ્પરના ટાયરની નીચે પડ્યો હતો.
આ ઘટનામાં બાળકનું માથું કચડાઈ ગયું હતું, આ કારણસર તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. જ્યારે મૃત્યુ પામેલા બાળકની બે વર્ષની બહેનનો આ ઘટનામાં હાથ ભાંગી ગયો છે. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ મૃત્યુ પામેલા દીકરાની માતાએ પોતાના દીકરાના મૃતદેહને ખોળામાં લઈને હૈયાફાટ રૂદાને કર્યું હતું.
આ ભયંકર અકસ્માતની ઘટના રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના બીજોલિયામાં આજરોજ સવારે સાત વાગ્યાની આસપાસ બની હતી. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આકાશ કુમાર નામનો વ્યક્તિ પોતાની પત્ની પ્રેમ દેવી, ચાર વર્ષનો દીકરો પ્રિયુષ અને બે વર્ષની દીકરી અવની સાથે બાઈક પર બિજોલિયાના કસ્યા ગામ ગયા હતા.
ત્યારબાદ બુધવારના રોજ બપોરના સમયે તેઓ પોતાના ગામ પરત થઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં તેમની બાઈક ખરાબ થઈ ગઈ હતી. જેથી તેમને ફોન કરીને પોતાના એક સંબંધીને બોલાવ્યો હતો અને તેઓ બાઈક સારી થઈ ત્યાં સુધીમાં તો સાંજ થઈ ગઈ હતી. પછી આકાશ પોતાની પત્ની અને બાળકો સાથે કસ્યામાં એક સંબંધીના ઘરે રોકાયો હતો.
આજ રોજ સવારે આકાશ પોતાના પરિવાર સાથે બાઈક પર ગામે જવા માટે નીકળ્યો હતો. ત્યારે રસ્તામાં પાછળથી આવી રહેલા એક ડમ્પરે આકાશની બાઈક ને જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે 4 વર્ષનો બાળક પિયુષ ડમ્પરની નીચે કચડાઈ ગયો હતો. પિયુષનું માથું ડમ્પરની નીચે કઠણાઈ જવાના કારણે માથાનો ચુંદો બોલી ગયો હતો.
માતા પિતાની નજર સામે દીકરાનું મોત થતા જ માતા પિતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ડમ્પર ચાલકે ઘટના સ્થળથી આઠ કિલોમીટર દૂર ડમ્પર મૂકીને ફરાર થઈ ગયો હતો. હાલમાં પોલીસે આરોપી ડમ્પર ચાલકની શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment