હાલમાં જમ્મુ-કાશ્મીરના કુલગામના શાહપુરાના રહેવાસી બાબુલાલ જાટ શહીદ થયા હતા. શુક્રવારે આંતકીઓએ આર્મી કેમ્પ પર હુમલો કર્યો હતો, જેમાં બાબુલાલ સહિત ત્રણ જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. શ્રીનગરની મિલિટરી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોડી રાત્રે બાબુલાલ નું મોત થયું હતું. શનિવારે સવારે લગભગ ત્રણ વાગ્યે સેનાએ બાબુલાલના મોટાભાઈ ભેરુલાલ ને આની જાણ કરી હતી.
બાબુલાલ ની પત્ની અને પુત્રોને આ વાત જાણ નથી, બાબુલાલ શાહપુરા પાસે ના હનુતપુરા ગામના ડુંગરી વાલી ધાણીનો રહેવાસી હતા. તેમના મોટાભાઈ ભેરુલાલ નું ઘર પણ આ ધાણીમાં છે. વહેલી સવારે સેના તરફથી આ દુઃખદ સમાચાર મળતા જ ભેરુલાલે હોશ ગુમાવી દીધા.
મોટાભાઈ માટે તે મુશ્કેલ સમય હતો, તે પોતાના ભાઈની પત્ની અને બાળકોને શહીદ વિશે કેવી રીતે કહી શકે. તેઓએ બાબુલાલના પરિવારને આ વિશે જણાવ્યું નથી, 2005 માં બાબુલાલને આર્મીની આઠ જાટ રેજીમેન્ટમાં હવાલદાર તરીકે ભરતી કરવામાં આવ્યા હતા. તેમને ત્રણ વર્ષ પહેલાં જ હેડ કોન્સ્ટેબલના પદ પર બઢતી આપવામાં આવી હતી.
સેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર આંતકવાદીઓએ કુલગામના હાલાન જંગલમાં સેનાના તંબુઓ પર ગોળીબાર કર્યો હતો. આ પછી બંને તરફથી ગોળીબાર શરૂ થયો જેમાં ત્રણ જવાન ઘાયલ થયા હતા. હુમલાબાદ આતંકીઓ કેટલાંક હથિયારો સાથે ભાગી ગયા હતા. આંતકીઓને પકડવા માટે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
બાબુલાલ જાટ જુલાઈમાં તેમના પિતા ગુલારામની આંખોનું ઓપરેશન કરાવવા માટે એક મહિનાની રજા પર આવ્યા હતા. ઓપરેશન શાહપુરાની ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. 29 મી જુલાઈ શ્રીનગર થી ફરજ પર રવાના થયા હતા, શહીદના પરિવારમાં વૃદ્ધ પિતા લાલારામ જાટ, પત્ની કમલેશ જાટ અને બે બાળકો છે. એક વર્ષ પહેલા માતાનું અવસાન થયું હતું, બાબુલાલ નો પુત્ર વિશાલ સીકરમાં નીટ ની તૈયારી કરે છે.
નાનો પુત્ર વિશેષ જયપુરના બગરુ ખાતે 11 મા ધોરણમાં વિજ્ઞાનનો ફાઉન્ડેશન કોર્સ કરી રહ્યો છે. તેમના પુત્રોને આ ઘટના વિશે જણાવવામાં આવ્યું નથી, બંને પુત્રોને એક એક વ્યક્તિને સોંપવામાં આવ્યા છે. જેથી તેઓ સોશિયલ મીડિયા કે મોબાઈલ દ્વારા પિતાના મૃત્યુ ની માહિતી મેળવી શકતા નથી. તેનો મૃતદેહ આવ્યા બાદ જ પુત્રોને જાણ કરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment