હરિદ્વારમાં હોટલમાં સુસાઇડ નોટ લખીને 35 વર્ષના યુવકે ગળાફાંસો ખાઈ લીધો…જાણો યુવકે શા માટે સુસાઈડ કર્યું…

હાલમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં જયપુરના એક યુવકે હરિદ્વારમાં સુસાઇડ કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. યુવકે સુસાઇડ નોટ લખીને હોટલ રૂમમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું અને ઘટનાની જાણ તેના સંબંધીઓને કરી દીધી હતી.

મૃત્યુ પામેલા યુવક ના પિતાએ પોલીસ સ્ટેશનમાં જણાવ્યું છે કે તેમના દીકરાને સુસાઇડ કરવા માટે ઉશ્કેરવામાં આવ્યો છે. મૃત્યુ પામેલા યુવકનું નામ સંદીપ સિંહ હતું અને તેની ઉંમર 35 વર્ષની હતી. સંદીપ સિંહ પોતાના પરિવાર સાથે જયપુરમાં રહેતો હતો. તે છેલ્લા દસ વર્ષથી જયપુરમાં કામ કરતો હતો. સંદીપનો મિત્ર આકાશ જયપુરમાં કાર માર્કેટિંગનું કામ કરતો હતો. આશરે ત્રણ વર્ષ પહેલા રોશન નામનો વ્યક્તિ સેકન્ડ હેન્ડ કાર ખરીદવા માટે આકાશ પાસે આવ્યો હતો. ત્યાં સંદીપ અને રોશન વચ્ચે પહેલીવાર મુલાકાત થઇ હતી.

રોશાને સંદીપ ને જણાવ્યું હતું કે તેમની કંપની સસ્તા ભાવે કાર અને સામાન આપવાનું કામ કરે છે. પછી રોશને સંદીપને તેની કંપનીમાં કામ કરવા માટે ઓફર આપી હતી. ત્યાર પછી તો સંદીપ રોશનની ઓફિસમાં પગાર પર કામ કરવાનું શરૂ કરી દે છે. ત્યારબાદ રોશને સંદીપના ઓળખીતાઓને સસ્તા ભાવે સામાન આપવાના બહાને 25 લાખ રૂપિયા ઉઠાવી લીધા હતા.

ત્યાર પછી સંદીપ રોશન પાસે તે પૈસાની માંગણી કરતો હતો. ત્યાર પછી રોશની સંદીપને 13-13 લાખ રૂપિયાના બે ચેક આપ્યા હતા. પરંતુ રોશનના ખાતામાં પૈસા જ ન હતા. જેથી સંબંધીઓ પૈસાને લઈને સંદીપને ત્રાસ આપવાનું શરૂ કરી દે છે. લગભગ 8 મહિના પહેલા રોશન ઓફિસ બંધ કરીને ભાગી ગયો હતો.

લગભગ ત્રણ મહિના પહેલા રોશાને સંદીપ ને પૈસા આપવાના બહાને હરિદ્વાર બોલાવ્યો હતો. 4 જુલાઈના રોજ સંદીપ હરિદ્વાર પહોંચ્યો ત્યારે તેને રોચ અને એક હોટલમાં રોકાવ્યો હતો. પછી સંદીપને કહ્યું હતું કે તારા પૈસા લઈ આવું તેમ કહીને તેની કાર લઈને ત્યાંથી નીકળી ગયો હતો. ત્યાર પછી હોટલમાં રોકાઈને સંદીપ પોતાની કાર અને રોશનની રાહ જોતો હતો.

પછી તો સંદીપ ત્યાં જ રહેતો હતો 26 જુલાઈના રોજ જ્યારે તે હોટલે પરત આવ્યો ત્યારે હોટલના કર્મચારીએ સંદીપને હોટલનું બિલ પકડાવ્યું હતું. ત્યારે સંદીપ એ કહ્યું કે તેનો મિત્ર રોશન પૈસા લેવા ગયો છે આવે એટલે તે બિલ ચૂકવી દેશે. પછી તો સંદીપ પોતાની રૂમમાં ગયો હતો ને ત્યાં સુસાઇડ નોટ લખીને ગળાફાંસો ખાઈ લીધો હતો. જ્યારે રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ હોટલનો સ્ટાફ રૂમમાં રાતનું જમવાનું પૂછવા માટે ગયા ત્યારે તેમને આ ઘટનાની જાણ થઈ હતી. પછી ઘટનાની જાણ પોલીસની કરવામાં આવી હતી પોલીસને ઘટના સ્થળેથી એક સુસાઇડ નોટ મળી હતી. જેમાં સંદીપ એ પોતાના મોતનું કારણ જણાવ્યું હતું. રોશનની છેતરપિંડીના કારણે સંદીપે સુસાઇડ કર્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*