ગુજરાતમાં દિવસેને દિવસે હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે વડોદરામાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં વડોદરા શહેરના છાણી જકાતનાકા પાસે રહેતા એક યુવકનું મોત થયું હતું.
જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલા યુવકની ઉંમર 35 વર્ષની હતી અને તેનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે તેવું કહેવામાં આવી રહ્યું છે. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ દિનેશભાઈ નંદાભાઇ સોલંકી હતું અને તે જકાતનાકા પાસે આવેલ આંબેડકરનગરમાં રહેતો હતો.
દિનેશ ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટમાં છેલ્લા દસ વર્ષથી કોન્ટ્રાક્ટ પર નોકરી કરતો હતો. તેના પરિવારમાં તેની પત્ની અને બે સંતાનો છે. આ ઘટના બનતા જ બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
જાણવા મળી રહ્યું છે કે, દિનેશ જ્યારે વહેલી સવારે જાગ્યો ત્યારે તેને છાતીમાં દુખાવો શરૂ થઈ ગયો હતો અને પછી આ દુઃખદ ઘટના બની હતી. છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ દિનેશને રિક્ષામાં બેસાડીને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ રિક્ષામાં દિનેશને હાર્ટ એટેક આવી ગયો હતો.
અહીં ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યા બાદ દિનેશને વધુ સારવાર માટે હાર્ટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં પહોંચે તે પહેલા તો રસ્તામાં જ દિનેશ એ અંતિમ શ્વાસ લીધા હતા. આ ઘટના બનતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment