હાલમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક વ્યક્તિએ પોતાના માથા ઉપર ગોળી ચલાવીને સુસાઇડ કરી લીધું છે. ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી. સુસાઇડ કરનાર વ્યક્તિનું નામ નિતેશકુમાર હતું અને તેની ઉંમર 35 વર્ષની હતી.
સમગ્ર ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ મૃત્યુ પામેલા વ્યક્તિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું અને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
વિગતવાર વાત કરી હતો આ ઘટના બિહારમાંથી સામે આવી રહી છે. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા યુવકના ભાઈએ નવીને જણાવ્યું કે, તેના ભાઈ નીતિશે રાત્રે બધા સાથે ડિનર કર્યું હતું. પછી બધા પોતપોતાના રૂમમાં સુવા ચાલ્યા ગયા હતા.
ત્યારે અચાનક જ મોડી રાત્રે બંદૂકનો અવાજ સંભળાયો હતો. ત્યારબાદ બધા નીતિનભાઈના રૂમ તરફ દોડ્યા હતા. ત્યાં જઈને જોયું ત્યારે નીતિનભાઈ ઇજાગ્રસ્ત હાલતમાં જોવા મળ્યા હતા. પછી તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા તો તેમનું મોત થઈ ગયું હતું. ત્યારબાદ ઘટનાની જાણ પોલીસને આપવામાં આવી હતી. જાણવા મળી રહ્યું છે કે સુસાઇડ કરનાર નીતિનના લગ્ન એક વર્ષ પહેલા જ થયા હતા. નીતિને કયા કારણોસર સુસાઇડ કર્યું તેની કોઈ પણ માહિતી સામે આવી નથી.
આ ઘટના બનતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. પોલીસે જ્યારે પરિવારજનોની પૂછપરછ કરી ત્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે યુવકે ડિપ્રેશનમાં આ પગલું ભર્યું છે અને તેને ડિપ્રેશનની સારવાર પણ ચાલુ હતી. હાલમાં આ મામલે પોલીસ વધુમાં તપાસ કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment