35 વર્ષની પ્રેમિકાએ 26 વર્ષના પ્રેમીને ઘરે બોલાવીને તેનો જીવ લઈ લીધો… પ્રેમીને એવું દર્દનાક મોત આપ્યું કે… હિમ્મત હોય તો જ આગળ વાંચજો…

શનિવારના રોજ રાત્રિના સમયે બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહે છે. આ ઘટનામાં એક 35 વર્ષની પ્રેમિકાએ ધારદાર વસ્તુ વડે પોતાના 26 વર્ષના પ્રેમીનો જીવ લઈ લીધો છે. મળતી માહિતી અનુસાર પ્રેમિકાએ પોતાના પ્રેમી પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા અને ત્યારબાદ પ્રેમીને તડપી તડપીને મરતા જોયો હતો. ત્યારબાદ આજરોજ સવારે આ ઘટનાની જાણ થઈ હતી.

આસપાસના લોકો જ્યારે રૂમમાં ગયા ત્યારે બેડ પર યુવકનું મૃતદે પડ્યું હતું અને તેની નજીકમાં એક મહિલા બેઠી હતી. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને મહિલા અને કસ્ટડીમાં લઈને વધુમાં તપાસ શરૂ કરી દીધી હતી. મૃત્યુ પામેલા યુવકના ચહેરા અને પેટના ભાગે ધારદાર વસ્તુના પ્રહારના નિશાન હતા. પોલીસને ઘટના સ્થળેથી ધારદાર વસ્તુ પણ મળી આવી હતી. આ હચમચાવી દેનારી ઘટના ઉત્તરપ્રદેશના ગાજીપુર માંથી સામે આવી રહે છે.

આ ઘટનામાં મૃત્યુ પામેલા યુવકનું નામ મનીષકુમાર સિંહ હતું અને તેની ઉંમર 26 વર્ષની હતી. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા મનીષકુમારની પ્રેમિકાએ પોલીસ પૂછપરછ દરમ્યાન જણાવ્યું કે, તેનો બોયફ્રેન્ડ તેને ખૂબ જ હેરાન કરતો હતો. તેને સતત મળવા માટે દબાણ કરતો હતો. ત્યારે મેં ગુસ્સામાં આવીને તેનો જીવ લઈ લીધો હતો. જાણવા મળી રહ્યું છે કે આરોપી મહિલા પરિણીત છે. તેને સંતાનમાં બે બાળકો પણ છે. મહિલાનો પતિ મધ્યપ્રદેશ પોલીસમાં કોન્સ્ટેબલે તરીકે ફરજ બજાવે છે. પરિણીત હોવા છતાં પણ મહિલા મનીષ કુમાર સાથે સંબંધમાં આવી હતી. મનીષ બિહારમાં રહેતો હતો અને ખાનગી નોકરી કરતો હતો.

મળતી માહિતી અનુસાર મહિલા પોતાના બે બાળકો સાથે પાકા મકાનમાં રહેતી હતી અને બાજુમાં આવેલા કાચા મકાનમાં મહિલાના સસરા રહે છે. લગ્નના ચાર પાંચ વર્ષ બાદ મહિલાના પતિને મધ્યપ્રદેશમાં નોકરી મળી હતી. દોઢ વર્ષ પહેલા મહિલાને મનીષ નામના યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. ત્યારબાદ બંને પ્રેમ સંબંધમાં બંધાઈ ગયા હતા. આરોપી મહિલાએ જણાવ્યું કે, અમારા બંનેના સંબંધ વિશે કોઈને ખબર ન હતી પરંતુ એક દિવસ મારા સસરા અમને બંનેને સાથે જોઈ ગયા હતા અને બધું મારા પતિને કહી દીધું હતું.

ત્યાર પછી મારો પતિ તરત ગામ આવ્યો હતો અને પછી અમારી બંને વચ્ચે ઘણા વિવાદો થયા હતા. ત્યારબાદ ગ્રામ પંચાયતો બોલાવવામાં આવી હતી અને મનીષને ગામની બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ મનીષ બિહારમાં રહેવા ચાલ્યો ગયો હતો. પછી મેં મારા સસરા અને મારા પતિની માફી માંગીને તેમના સાથે રહેવા લાગી હતી. પરંતુ જ્યારે મનીષ ગામમાં આવતો ત્યારે તે ગમે તેમ કરીને મને મળવાનો પ્રયત્ન કરતો હતો.

થોડાક સમય પહેલા મનીષ જ્યારે ગામમાં આવ્યો ત્યારે તેને મને ફોન કરવાનું શરૂ કર્યું હતું. જેથી હું તેનાથી ખૂબ જ નારાજ થઈ ગઈ હતી અને પછી મેં તેને રસ્તા પરથી દૂર કરવાનો પ્લાન બનાવ્યો હતો. પ્લાનના આધારે મેં મનીષને શનિવારના રોજ ઘરે મળવા બોલાવ્યો હતો. પછી રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. ત્યારબાદ મનીષ સાથે રૂમમાં વાત કરી હતી અને તેનો વિશ્વાસ જીતી લીધો હતો. પછી મનીષ આરામ કરવા માટે પલંગ પર સુઈ ગયો હતો. ત્યારે મેં મનીષ ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને તેનો જીવ લઈ લીધો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*