ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હાર્ટ એટેક આવવાના બનાવો ખૂબ જ વધી ગયા છે. ત્યારે રાજકોટમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે. દિન પ્રતિ દિન વધતા હાર્ટ એટેકના બનાવવાના કારણે ગુજરાતીઓ ચિંતામાં મુકાઈ ગયા છે.
મિત્રો તમે છેલ્લા ઘણા સમયથી એવા સમાચાર સાંભળતા હશો. જેમાં નાની ઉંમરના વ્યક્તિઓનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થતું હોય છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે.
વિગતવાર વાત કરીએ તો, રાજકોટની ભાગોળ આવેલ આણંદપર નવાગામમાં ખોડીયાર પાર્ક સોસાયટીમાં રહેતા 32 વર્ષના વિપુલભાઈ રતિલાલ બાવરીયા નામના વ્યક્તિનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. જાણવા મળી રહ્યું છે કે વિપુલભાઈ રાત્રે જ્યારે પોતાના ઘરે હતા.
ત્યારે અચાનક જ તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. પછી તેમને તાત્કાલિક બેભાન હાલતમાં પરિવારના સભ્યો સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. અહીં હોસ્પિટલમાં હાજર ડોક્ટર દ્વારા વિપુલભાઈને મૃત જાહેર કરવામાં આવ્યા હતા જાણવા મળી રહ્યું છે કે વિપુલભાઈનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.
આ ઘટના બનતા જ તેમના પરિવારજનો અને સગા સંબંધીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મૃત્યુ પામેલા વિપુલભાઈ બે ભાઈઓમાં અને એક બહેનમાં સૌથી મોટા હતા. વિપુલભાઈને સંતાનમાં એક દીકરી હતી. આ ઘટના બનતા જ દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment