ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકથી મોતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા થોડાક દિવસોમાં ઘણી નાની ઉંમરના યુવાનોના હાર્ટ એટેક આવવાના કારણે મોત થયા છે. ત્યારે પાલનપુરમાં બનેલી વધુ એક હાર્ટ એટેક ની ઘટના સામે આવી રહી છે. પાલનપુર તાલુકાના ધાણધા ગામના 30 વર્ષના યુવકનું હાર્ટ એટેક આવવાના કારણે કરુણ મોત થયું છે.
ઘટના બનતા યુવકના પરિવાર પર શોકનું મોજુ ફરી વળ્યું હતું. મૃત્યુ પામેલા યુવકનું નામ ખેમાભાઈ સેભરા હતું. તે ઘરેથી કોઈ કામ અર્થે બહાર નીકળ્યો હતો. ત્યારે રસ્તામાં ગામની ડેરી પાસે અચાનક જ તે જમીન પર ઢળી પડ્યો હતો. ત્યારબાદ સ્થાનિક લોકો યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.
જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર યુવક પોતાના ઘરેથી 500 મીટર દૂર પહોંચ્યો ત્યારે અચાનક જ તેને હાર્ટ એટેક આવ્યો હતો અને પછી તેનું મોત થઈ ગયું હતું. પરિવારના 30 વર્ષના દીકરા નું મોત થતા જ હસ્તા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયું હતું.
જાણવા મળી રહ્યું છે કે યુવક કોઈ કામથી ઘરની બહાર નીકળ્યો હતો અને તે ગામની ડેરી પાસે પહોંચે ત્યારે અચાનક જ તે જમીન પર ઢળી પડ્યો હતો. પછી ગામના લોકો તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હાજર ડોક્ટર દ્વારા યુવકને મૃત જાહેર કરવામાં આવ્યું હતું.
મિત્રો આ પહેલા પણ હાર્ટ એટેક આવવાના કારણે નાની ઉંમરના ઘણા યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત રાજ્યમાં કોરોનાની મહામારી બાદ હાર્ટ એટેકના બનાવો ખૂબ જ વધી ગયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment