ભાવનગરમાં 30 વર્ષના યુવકે પોતાના શરીર પર આગ લગાવીને સુસાઈડ કરી લીધું… યુવકનું તડપી તડપીને કરુણ મોત…

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે જીવ ટૂંકાવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે ભાવનગરમાં બનેલી તેવી એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવકે પોતાના શરીર ઉપર પેટ્રોલ છાંટીને સુસાઇડ કરી લીધું હતું. મળતી માહિતી અનુસાર, યુવકે પોતાની બાઈકની ટાંકીમાંથી પેટ્રોલ કાઢ્યું હતું અને પછી તે પોતે બાઈક પર બેસી ગયો હતો.

ત્યારબાદ તેને પોતાના શરીર ઉપર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઈ હતી. સુસાઇડ કરનાર યુવકનું નામ ચિરાગ કનુભાઈ હતું અને તેની ઉંમર 30 વર્ષની હતી. ચિરાગ પોતાના પરિવાર સાથે ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં હરિઓમ નગરમાં રહેતો હતો.

મળતી માહિતી અનુસાર ચિરાગ બાઇક લઈને એક ખેતર પાસે પહોંચ્યો હતો. અહીં તેને પોતાની બાઈકમાંથી પેટ્રોલ કાઢ્યું હતું. પછી તે પેટ્રોલ પોતાના શરીર ઉપર છાંટી દીધું હતું. ત્યારબાદ તેને પોતાના શરીર ઉપર આગ લગાવી દીધી હતી.

આ કારણોસર ચિરાગનું રિબાઇ રિબાઈને મોત થયું હતું. જાણવા મળી રહ્યું છે કે સુસાઇડ કરનાર ચિરાગના લગ્ન દોઢ વર્ષ પહેલા થયા હતા અને તે એક ભાવનગરની ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો.

ચિરાગને નોકરીમાં પ્રગતિ માટે અન્ય શહેરમાં જવાનું હતું. પરંતુ તેના પિતા તેને ત્યાં જવાની ના પાડતા હતા. જેના કારણે ચિરાગે આ પગલું ભર્યું છે તેવું કહેવામાં આવી રહ્યું છે. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*