સુરતના અમરોલી વિસ્તારમાં 30 વર્ષના એક યુવકે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો યુવક DGVCLમાં લાઈન આસિસ્ટન્ટ તરીકે કામ કરતો હતો. મૃત્યુ પામેલો યુવક જલારામ નગર ખાતે રહેતો હતો.
તેની ઉંમર 30 વર્ષની હતી અને તેનું નામ વિવેક સુરેશ શર્મા હતું. મળતી માહિતી અનુસાર વિવેક ઓનલાઇન લોન લીધી ન હતી છતાં પણ તેને લોન ભરવા ના મેસેજ આવતા હતા. આટલું જ નહીં પરંતુ વિવેક ફોટા પર રેપીસ્ટ લખેલા પણ મેસેજ આવતા હતા.
મળતી માહિતી અનુસાર સાયબર હેકરોએ તેના કોન્ટેક પણ હેક કરીને વિવેકના સગા સંબંધીઓની પણ મેસેજ મોકલતા હતા. તેથી સગા-સંબંધીઓના વિવેક પર પણ આવવા લાગ્યા હતા. સમાજમાં બદનામીના ડરના કારણે વિવેકે ન એપ્રિલના રોજ મોડી રાત્રે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટના બન્યા બાદ તેને તાત્કાલિક સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. ત્યાંથી તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ખાનગી હોસ્પિટલમાં બુધવારે રાત્રે સારવાર દરમિયાન એક વ્યકિતનું કરૂણ મૃત્યુ થયું હતું.
આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ આ ઘટનાને લઇને સાયબર ક્રાઇમ પોલીસે પણ વિવેકના પરિવારજનોની પૂછપરછ હાથ ધરી છે.
સાયબર હેકરોએ વિવેકના ફોટા રેપીસ્ટ લખીને ફોટા વિવેકને મોકલ્યા હતા. અને વિવેક ફસાવી દેવાની દાદાગીરી બતાવતા હતા. છેવટે સમાજમાં બદનામીના ડરના કારણે વિવેક એ પોતાના જીવનનું અંતિમ પગલું ભર્યું છે. વિવેકના આ પગલું ભરવાના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment