સુરતમાં 3 વર્ષનો બાળક રમતા રમતા ત્રીજા માળેથી નીચે પડ્યો… માસુમ બાળકનું કમકમાટીભર્યું મોત…

સુરત શહેરમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. સુરતમાં મકાનના ત્રીજા માળે રમી રહેલા ત્રણ વર્ષના માસુમ બાળક સાથે અચાનક જ કંઈક એવું બન્યું કે સાંભળીને રુવાડા બેઠા થઈ જશે. મળતી માહિતી અનુસાર બાળક રમતા રમતા ત્રીજા મળેથી નીચે પડી ગયો હતો.

ત્યારબાદ બાળકને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે બાળકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવાર પર દુઃખનો પહાડો તૂટી પડ્યો હતો.

જ્યારે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યું ત્યારે પોસ્ટમોર્ટમ વિભાગના કર્મચારીઓએ એમ્બ્યુલન્સ ન હોવાનું કહ્યું હતું જેના કારણે વિવાદ થયો હતો. પછી બાળકના મૃતદેહને પરિવારના સભ્યો રિક્ષામાં લઈ જવા મજબૂર બન્યા હતા.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો સુરતના પાંડેસરા શ્રી રામનગરમાં 3 વર્ષનો દીપક પ્રજાપતિ નામનો બાળક પરિવાર સાથે રહે છે. માસુમ બાળક ઘરની ગેલેરીમાં રમી રહ્યો હતો. ત્યારે અચાનક જ તે રમતા રમતા ગેલેરીમાંથી નીચે પડ્યો હતો. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

ત્યારબાદ ઇજાગ્રસ્ત હાલતમાં બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે દિપકને મૃત જાહેર કર્યો હતો. માસુમ દિકરાના મોતના સમાચાર મળતા જ સગા સંબંધીઓ અને આસપાસના લોકોમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*