વડોદરામાં નોકરી કરતા 29 વર્ષના યુવકનું હાર્ટ એટેક આવતા મોત… યુવકના હજુ તો 3 વર્ષ પહેલા જ થયા હતા લગ્ન…

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક આવવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. તમે ઘણી ઘટનાઓ વિશે સાંભળ્યું હશે, જેમાં ક્રિકેટ રમતી વખતે, ગરબા રમતી વખતે, ડાન્સ કરતી વખતે અથવા તો જીમ કરતી વખતે હાર્ટ એટેક આવતા મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે અને ખાસ કરીને નાની ઉંમરના યુવાનોને હાર્ટ એટેક આવવાના બનાવો પણ વધી રહ્યા છે.

ત્યારે વધુ એક હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં સાબરકાંઠાના ઇડર તાલુકાના રતનપુર ગામના 29 વર્ષના યુવકનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. યુવકનું મોત થતાં જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર ઇડરના રતનપુર ગામનો 29 વર્ષનો યુવક વડોદરા ખાતે પોસ્ટમાં ફરજ બજાવતો હતો. આ દરમિયાન હાર્ટ એટેક આવતા તેનું મોત થતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

મળતી માહિતી અનુસાર યુવકના લગ્ન હજુ તો ત્રણ વર્ષ પહેલા જ થયા હતા. આ પહેલા પણ આવી ઘણી ઘટનાઓ બની છે. રાજકોટમાં થોડાક સમય પહેલા ધોરણ 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ચાલુ ક્લાસમાં શંકાસ્પદ મોત થયું હતું.

મળતી માહિતી અનુસાર રાજકોટની લાહલ બહાદુર સ્કૂલનો વિદ્યાર્થી ચાલુ ક્લાસમાં બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ તેને સારવાર માટે મોકલવામાં આવ્યો હતો. જ્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ વિદ્યાર્થીઓનું પણ હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*