29 વર્ષના યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવનને ટૂંકાવ્યું, મૃત્યુ પહેલા વિડીયો બનાવીને રડતા રડતા એવું કહ્યું કે… જુઓ મૃત્યુ પહેલાનો વિડીયો…

સમગ્ર દેશભરમાં આજકાલે જીવ ટૂંકાવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે.. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળીએ છીએ જેમાં અન્ય લોકોના દબાણના અથવા તો હેરાનગતિના કારણે કેટલાક લોકો પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. ત્યારે હાલમાં આવેલી તેવી છે કે ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક 29 વર્ષના વ્યક્તિએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ પગલું ભરતા પહેલા તેને એક વિડીયો બનાવ્યો હતો જેમાં તેને પોતાની આપવીતી જણાવી હતી.

આ ઘટના નાલંદામાંથી સામે આવી રહી છે. રવિવારના રોજ સાંજના સમયે CMSના કર્મચારી સુમિત નામના વ્યક્તિએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. મૃત્યુ પહેલાનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં સુમિત રડતા રડતા જણાવે છે કે કેવી રીતે તેના કંપનીના લોકલ ઇન્ચાર્જ વિજય, એરિયા મેનેજર મુકેશ અને અન્ય એક સિનિયર સંજય સર ટોર્ચર કરતા હતા.

તેના પર ચોરીનો આરોપ મુકતા હતા. તેમજ તેના પરિવારનો જીવ લેવાની પણ ધમકીઓ આપતા હતા. સુમિતે ગળાફાંસો ખાધો તે પહેલા પાંચ મિનિટનો એક વિડીયો બનાવ્યો હતો. આરોપીઓએ સુમિત ઉપર એટીએમમાં પૈસા ઓછા નાખ્યા છે તેવો આરોપ લગાવ્યો હતો. આ વાતને લઈને સુમિત તેના વરિષ્ઠ અધિકારીઓ સાથે અનેકવાર વાત કરવા માગતો હતો.

સુમિત કહેતો હતો કે જો એક વખત મારો ગુનો સાબિત થઈ જાય તો હું સજા ભોગવવા તૈયાર છું. પરંતુ ત્રણે અધિકારીઓએ સુમિતની વાત સાંભળી ન હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે સુમિત જણાવી રહ્યો છે કે, એક ડિસેમ્બરના રોજ રાત્રે ત્રણેય અધિકારીઓએ તેને બોલાવીને ટોર્ચર કર્યો હતો. પોલીસની ધમકી આપી હતી. અરજી લખાવા દબાણ કરીને તેના પર રોકડાની તંગી નો આરોપણ લગાવ્યો હતો.

સુમિત રડતા રડતા કહેતો હતો કે હું મધ્યમ વર્ગીય પરિવારનો છું તેની પાસે આટલા રૂપિયા ક્યાંથી આવશે. ત્રણેય અધિકારીઓ સુમિત પર પૈસા માટે દબાણ કરતા હતા અને તેને ધમકીઓ આપતા હતા. સુમિત્તે વીડિયોમાં વધુમાં કહ્યું કે, ત્રણેય અધિકારીઓએ મારી સાથે ઘણું બધું ખોટું કર્યું છે. મને એટલો માનસિક ત્રાસ આપ્યો છે કે હું વ્યક્ત કરી શકું તેમ નથી..

હું આટલું બધું સહન ન કરી શકું. હવે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. મારા મૃત્યુ માટે વિજય સર, મુકેશ સર અને સંજયસર જવાબદાર છે. હું ઇચ્છું છું કે મને ન્યાય મળે અને બાકીના cms ના કર્મચારીઓ શોષણનો શિકાર ન બને. સુમિતે ચાર ડિસેમ્બરના રોજ સાંજે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*