ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે સુરત શહેરમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે. સુરતમાં એક 28 વર્ષની મહિલાનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.
સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં મહિલા અચાનક જ બેભાન થઈ ગઈ હતી અને ત્યારબાદ તેનું મોત થયું હતું. મહિલાનું મોત તથા તેના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. મહિલા સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલી સોસાયટીમાં પોતાના પતિ સાથે રહેતી હતી.
મહિલા સચિન જીઆઇડીસી માં આવેલા એક ખાતામાં સાડીમાં સ્ટોન લગાવવા માટે ગઈ હતી. આ દરમિયાન તેને અચાનક જ ચક્કર આવ્યા હતા અને તે જમીન પર પડી ગઈ હતી. ત્યારબાદ મહિલા ભાનમાં આવી ગઈ હતી અને પછી તે પોતાના પતિ સાથે ઘરે જતી રહી હતી. ત્યારબાદ સાંજના સમયે અચાનક ફરી તે ઘરમાં બેભાન થઈને ઢળી પડી હતી.
પછી તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવી હતી. જ્યાં હાજર ડોક્ટરે મહિલાની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી હતી. આ ઘટના બનતા જ મહિલાના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો. એવી આશંકા છે કે મહિલાનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment