સમગ્ર દેશભરમાં છેલ્લા ઘણા સમયથી સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ખાસ કરીને ઘણી વખત શાળા કે કોલેજમાં ભણતા વિદ્યાર્થી અથવા તો વિદ્યાર્થીનીઓ સુસાઇડ જેવું મોટું પગલું વધારે ભરી રહ્યા છે. ત્યારે બુધવારના રાત્રિના સમયે બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના રાજસ્થાન સેન્ટ્રલ યુનિવર્સિટી માંથી સામે આવી રહે છે. છ મહિનામાં યુનિવર્સિટીમાં સુસાઇડનો બીજો કિસ્સો સામે આવી રહ્યો છે.
મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે વિદ્યાર્થીનીના સુસાઇડ બાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વિરોધ શરૂ કરી દીધો હતો. હજુ સુધી વિદ્યાર્થીની એ કયા કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું તેની કોઈપણ માહિતી સામે આવી નથી. મળતી માહિતી અનુસાર આ ઘટના બુધવારના રોજ રાત્રે 10.45 વાગ્યાની આસપાસ બની હતી. સુસાઈડ કરનાર યુવતીની ઉંમર 28 વર્ષની હતી અને તે સોશિયલ વર્ક વિભાગની પીએચડીની વિદ્યાર્થીની હતી.
આ ઘટના બનતા યુનિવર્સિટીમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી. ત્યાર પછી યુવતીને નીચે ઉતારીને એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે વિદ્યાર્થીની ની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી હતી. આ ઘટનાની માહિતી મળતા જ યુવતીના પરિવારજનો અને તેના સાથી મિત્રોઓમાં માતમ છવાઈ ગયો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર મૃત્યુ પામેલી યુવતી કેમ્પસની હોસ્ટેલ બી એકમાં રહેતી હતી. જાણવા મળી રહ્યું છે કે યુવતીએ 8:00 વાગે આસપાસ ભોજન કર્યું હતું અને ત્યારબાદ તે પોતાના રૂમમાં ચાલી ગઈ હતી. જ્યારે અન્ય વિદ્યાર્થીઓએ બારીમાંથી જોયો ત્યારે વ્યક્તિનું મૃતદે તેમને લટકતી હાલતમાં જોવા મળ્યું હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ હોસ્ટેલના વોર્ડનને કરવામાં આવી હતી. ત્યારબાદ રૂમનો દરવાજો તોડીને યુવતીને નીચે ઉતારવામાં આવી હતી અને એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં હાજર ડોક્ટરે યુવતી ની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી હતી.
યુવતીએ કયા કારણોસર પોતાનું જીવન અટકાવ્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવતીના સુસાઇડના સમાચાર મળતા યુનિવર્સિટીના અન્ય વિદ્યાર્થીઓએ ધરણા પર બેસી ગયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment