રાજકોટથી જુનાગઢ જતા 27 વર્ષના યુવકનું અકસ્માતમાં દર્દનાક મોત, અચાનક જ કાર ચલાવતી વખતે કંઈક એવું બન્યું કે… બે વર્ષની દીકરી એ પિતાની છત્રછાયા ગુમાવી…

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી અકસ્માતના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. ખાસ કરીને રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પર દરરોજ અનેક નાના-મોટા અકસ્માતના બનાવો બને છે. ત્યારે વિરપુર પાસે મોડી રાત્રે બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક કારને અકસ્માત નડ્યો હતો.

અકસ્માતની ઘટનામાં કારચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું. અકસ્માતની જાણ થયા બાદ વીરપુર પોલીસ તુરંત જ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઘટનાને લઈને વિગતવાર વાત કરે તો ગોંડલ જેતપુર નેશનલ હાઇવે પુર વિરપુર નજીક વછરાજ હોટલની સામે મોડી રાત્રે એક કાર અકસ્માતની ઘટના બની હતી.

મળતી માહિતી અનુસાર કાર ચાલક રાજકોટ થી જુનાગઢ તરફ જઈ રહ્યો હતો. ક્યારે રસ્તામાં અચાનક જ તેને સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે તેની કાર પલટી ખાઈ ગઈ હતી અને ડિવાઇડર પર ચડી ગઈ હતી. આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર 27 વર્ષના ભાવેશ મોડેદરાનું ઘટના સ્થળે મોત થયું હતું.

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ આ અકસ્માતની ઘટનાની જાણ વીરપુર પોલીસને કરવામાં આવી હતી. ત્યારબાદ મૃત્યુ પામેલા ભાવેશના મૃતદેહને વિરપુર સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યું હતું.

જેતપુર-ગોંડલ નેશનલ હાઈવે પર કાર અકસ્માતમાં જુનાગઢના યુવાનનું કરુણ મોત | A  young man from Junagadh tragically died in a car accident on the Jetpur-Gondal  National Highway - Divya Bhaskar

ભાવેશ ના મોતના કારણે બે વર્ષના દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. નાની ઉંમરે જ ભાવેશનું મોત થતા હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. અચાનક જ કાર ચલાવતી વખતે ભાવેશ સાથે શું થયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*