હાલમાં સુરતમાં રોગચાળાના કારણે ઘણા લોકોના મોત નીપજ્યા છે, આવી જ એક ઘટના ફરી સુરતમાંથી સામે આવી છે. સુરતમાં વધુ એક વ્યક્તિનો રોગચાળા થી મોત નીપજ્યું છે, પાંડેસરા વિસ્તારમાં રહેતો 27 વર્ષિય સાગર નામના યુવકનું મોત થતા પરિવાર શોકમગ્ન થઈ ગયો છે. યુવક બે દિવસ તાવની બીમારીથી પીડાતો હતો, તબિયત લથડતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. જોકે મળતી માહિતી અનુસાર શહેરમાં અત્યાર સુધીમાં લગભગ 34 જેટલા લોકોના પાણીજન્ય રોગચાળા થી મોત થયા છે. ત્યારે મોતના આંકડામાં વધારો થતા સુરત મહાનગરપાલિકાની કામગીરીને લઈને સવાલો ઊભા થયા છે.
મૂળ મહારાષ્ટ્રના જલગામના વતની પાંડેસરા લુમ્સ ખાતામાં કામ કરતા સુધાકર ઝુંઝારાવનો 27 વર્ષિય પુત્ર સાગરને બે દિવસ પહેલા તાવ આવતા નજીકમાં આવેલી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. તબીબ દ્વારા સાગર નો રિપોર્ટ કાઢી દવા આપવામાં આવી હતી, પરંતુ ગતરોજ સાંજે વધુ સાગર ની તબિયત લથડતા પિતા સારવાર માટે અન્ય હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા.
જ્યાં ફરજ પરના હાજર તબીબે મૃતક જાહેર કર્યો હતો, સાગર ઉધના ખાતે સલૂનની દુકાન ચલાવી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. સાગરને કોઈપણ પ્રકારની ગંભીર બીમારી ન હતી પરંતુ અચાનક બે દિવસ તાવ આવ્યા બાદ મોત નીપજતા પરિવારમાં શોક નો માહોલ છવાઈ ગયો છે. યુવકને કોઈપણ પ્રકારની ગંભીર બીમારી ન હતી,
પરંતુ સુરત શહેરમાં અત્યાર સુધીમાં પાણીજન્ય રોગચાળાથી 34 લોકોના મોત નીપજ્યા છે. વધી રહેલા રોગચાળાને લઈ સુરત મહાનગરપાલિકાની કામગીરીને લઈને અનેક સવાલો ઊભા થયા છે. સુરત શહેરમાં જુદાજુદા વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી ડેન્ગ્યુ, ઝાડા ઉલટી, તાવ, મલેરિયા, કોલેરા સહિતની બીમારીમાં દર્દીઓ ઝપેટમાં આવી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment