મિત્રો આજકાલ જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે એક 27 વર્ષના યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું છે. આ ઘટના ચંદૌલી જિલ્લાના મુગલસરાય કોતવાલી વિસ્તારના સુભાષ નગરમાં બની છે. અહીં રહેતો એક યુવક કોઈ વાતને કારણે ખૂબ જ પરેશાન થઈ ગયો હતો. તેથી તેને ઘરના રૂમમાં ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.
થોડીકવાર બાદ આ ઘટનાની જાણ પરિવારના લોકોને થઈ હતી. ત્યારબાદ પરિવારના લોકો તેને નીચે ઉતારીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. યુવકના મૃત્યુના કારણે યુવકના પરિવારજનો માં માતમ છવાઇ ગયો હતો. મૃત્યુ પામેલા યુવકનું નામ શુભમ સિંહ હતું. શુભમ સિંહના પરિવારનું કહેવું છે કે, શુભમ છેલ્લા ઘણા દિવસોથી કોઈ વાતને લઈને પરેશાન રહેતો હતો.
જેના કારણે શુભમે પંખા સાથે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. જ્યારે આ ઘટનાના દ્રશ્યો પરિવારના લોકોએ જોયા ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ત્યારબાદ પરિવારના લોકોએ શુભમને તાત્કાલિક નીચે ઉતારીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.
પરંતુ ત્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃતદેહને કબજે લઇને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું અને સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
શુભમના મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે. આ ઉપરાંત શુભમે કયા કારણોસર આ પગલું ભર્યું છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે હાલમાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો