ગુજરાતમાં દિવસેને દિવસે હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાના બનાવો વધી રહ્યા છે. ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી નાની ઉંમરમાં હાર્ટ એટેકના બનાવો ખૂબ જ વધ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે.
આ ઘટનામાં સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના સુદામડા ગામના એક યુવાનનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. આ ઘટના બનતા યુવકના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો.
.વિગતવાર વાત કરીએ તો, મૃત્યુ પામેલા યુવકનું નામ કલ્પેશ ચાવડા હતું અને તેની ઉંમર 25 વર્ષની હતી. કલ્પેશનું હાર્ટ એટેક આવવાના કારણે કરુણ મોત થયું છે. કલ્પેશ પોલીસમાં ભરતીની તૈયારી કરી રહ્યો હતો. જ્યારે તે દોડની પ્રેક્ટિસ કરી રહ્યો હતો આ દરમિયાન અચાનક જ તેને હાર્ટ એટેક આવ્યો હતો અને તેનું મોત થઈ ગયું હતું.
દીકરાનું મોત થતા જ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે, કલ્પેશ ગામના રોડ પર દોડીને પ્રેક્ટિસ કરી રહ્યો હતો. ત્યારે અચાનક જ તે દોડતા દોડતા જમીન પર ઢળી પડ્યો હતો. આ ઘટના બનતા આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
ત્યારબાદ કલ્પેશને ઉપાડીને એમ્બ્યુલન્સની મદદથી તેને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે જણાવ્યું કે કલ્પેશ નું હાર્ટ એટેક આવવાના કારણે મોત થઈ ગયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment