એક 25 વર્ષીય યુવક બ્રિજ પરથી મહીસાગર નદીમાં મૃત્યુની છલાંગ લગાવી, જાણો શા માટે કર્યું આવું…

Published on: 9:55 am, Thu, 11 November 21

આજકાલ જીવન ટૂંકું કરવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે તેવી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર માંજલપુરના એક યુવકે વાસદ બ્રિજ પરથી મહીસાગર નદીમાં છલાંગ લગાવીને પોતાનું જીવન ટૂંકું કર્યું હતું. બુધવારના રોજ સવારે પોલીસને યુવકનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર મંગળવારના રોજ સાંજના સમયે એક યુવકની બાઇક વાસદ બ્રીજ પરથી મળી આવી હતી. તેના કારણે મોડી રાત્રે જ ફાયર બ્રિગેડની ટીમે નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પરંતુ ત્યારે યુવકનો કોઈ પણ પત્તો લાગ્યો ન હતો. મળતી માહિતી અનુસાર રૂપિયાની લેતીદેતી મામલે માનસિક ત્રાસથી કંટાળીને યુવકે મહીસાગર નદીમાં છલાંગ લગાવીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું.

આવા આક્ષેપો મૃત્યુ પામેલા યુવકના પિતાએ લગાવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર માંજલપુર જીઆઈડીસી રોડ પર આવેલી પાર્થ ભૂમિ-2 સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ પાટિલનો 25 વર્ષનો પુત્ર મયુર પાટિલ આઠ નવેમ્બરના રોજ રાત્રે નવ વાગ્યાની આસપાસ જમ્યા વગર ઘરેથી પોતાની બાઇક લઇને નીકળી ગયો હતો.

ત્યારબાદ તે ઘરે પરત ન આવ્યો તેના કારણે પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે મંગળવારના રોજ વાસદ બ્રીજ પરથી યુવકની બાઇક મળી આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મંગળવારના રોજ મોડી સાંજે ફાયરબિન ટીમે મહીસાગર નદીમાં શોધખોળ શરૂ કરી હતી.

પરંતુ ત્યારે યુવકનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ત્યારે 10 નવેમ્બરના રોજ લગભગ સાત વાગ્યાની આસપાસ રામદેવ યુવકનો મૃતદેહ નદીમાં ઉપર તરતું દેખાયું હતું તેના કારણે સ્થાનિક તરવૈયાઓએ યુવકના મૃતદેહને નદીમાંથી બહાર કાઢીને પોલીસનો સંપર્ક કર્યો હતો.

પોલીસે આ સમગ્ર ઘટનાને લઇને યુવકના પરિવારજનો ને જાણ કરી હતી. મૃત્યુ પામેલા યુવકના પિતાનો આક્ષેપ છે કે તેમનો દીકરો પાંચ વર્ષથી નિઝામપુર માં ખાનગી ટેલિકોમ કંપનીના ડિસ્ટ્રીબ્યુટરની દુકાનમાં નોકરી કરતો હતો. ત્યાંના સંચાલકે મયુર સાડા ચાર લાખ રૂપિયાનો ગાફ્લો કરવાનો આક્ષેપ કર્યો હતો.

સંચાલક મયુર પાસે સતત રૂપિયાની માંગણી કરી રહ્યો હતો અને તેને માનસિક ત્રાસ આપી રહ્યો હતો. આ ઉપરાંત મયુરે સંચાલકને 50000 રૂપિયા પણ આપ્યા હતા. તેમ છતા પણ સંચાલક મયુર ને ત્રાસ આપી રહ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "એક 25 વર્ષીય યુવક બ્રિજ પરથી મહીસાગર નદીમાં મૃત્યુની છલાંગ લગાવી, જાણો શા માટે કર્યું આવું…"

Leave a comment

Your email address will not be published.


*