સુરત શહેરમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. સુરતના લિંબાયત વિસ્તારમાં પહેલા મળે થી નીચે પડી જતા એક યુવકનું મોત થયું છે. જાણવા મળી રહ્યું છે કે યુવક બાળકને રમાડી રહ્યો હતો. આ દરમિયાન તે પહેલા માળેથી નીચે પડી ગયો હતો. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું. આ ઘટનામાં માસુમ બાળકો ચમત્કારી બચાવો થયો છે. યુવકનું મોત થતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો પર્વત ગામે આવેલા સંતોષી નગરમાં 25 વર્ષનો મુકેશ શાહુ નામનો યુવક પોતાના પરિવાર સાથે રહેતો હતો.
મુકેશ રીક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો, તેના પરિવારમાં તેની પત્ની છે. જાણવા મળી રહ્યું છે કે 16 ઓગસ્ટના રોજ મુકેશ લિંબાયતમાં રહેતા પોતાના મિત્રના ઘરે ગયો હતો. અહીં મુકેશ પહેલા માળે સોસાયટીના બાળકોને રમાડી રહ્યો હતો. જ્યારે મુકેશ તેના મિત્રના પડોશીના બાળકને રમાડી રહ્યો હતો. ત્યારે અચાનક જ મૂકેશે પોતાનું બેલેન્સ ગુમાવ્યું હતું અને તે પહેલા માળે બાળક સાથે નીચે પડ્યો હતો.
આ કારણોસર મુકેશ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારે તેની સાથે નીચે પડેલા બાળકનો ચમત્કારી બચાવ થયો હતો. સમગ્ર ઘટના બનતા જ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને મુકેશને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં તેની હાલત વધુ બગડતા તેને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું.
સિવિલ હોસ્પિટલમાં મુકેશની બે દિવસની સારવાર બાદ તેનું મોત થયું હતું. મુકેશના મોતના સમાચાર મળતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુમાં તપાસ શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment