દેશના તમામ હિન્દુ લોકોમાં હાલમાં તો એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશના અલગ અલગ ખૂણામાંથી કેટલીક કીમતી વસ્તુઓ રામ મંદિર આવી રહી છે. ત્યારે 2400 કિલોનો ઘંટ રામ મંદિર પહોંચી ગયો છે.
મિત્રો ફૂલેથી શણગારેલો આ ઘંટ હવે અયોધ્યામાં પહોંચી ગયો છે. મિત્રો તમને જણાવી દઈએ કે 2400 કિલોના ઘંટની સાથે 50-50 કિલોના સાત અન્ય ઘંટ પણ અયોધ્યા પહોંચ્યા છે. મિત્રો આ ઘંટને વાત કરીએ તો, ઘંટ ને વગાડવામાં આવશે ત્યારે ઓમનો સ્વર ગુંજ છે.
70 કારીગર દ્વારા આ ઘંટ બનાવવામાં આવ્યો છે. લગભગ 25 લાખ રૂપિયાના ખર્ચે આ 2400 કિલોનો ઘંટ બન્યો છે. આ ઘંટની કેટલીક તસવીરો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.
કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે શાંત વાતાવરણ હશે ત્યારે આ ઘંટ વગાડવામાં આવશે તો બે કિલોમીટર દૂર આ ઘંટનો અવાજ પહોંચશે. ઘંટની વાત કરીએ તો તેનો વજન 2400 કિલો છે, 6 ફૂટ કરતા પણ વધારે ઊંચાઈ છે. જ્યારે આ ઘંટ અયોધ્યા પહોંચ્યો ત્યારે લોકોએ તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment