બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા 24 વર્ષના યુવકનું હાર્ટ એટેક આવતા કરુણ મોત… હસતા-ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો…

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી નાની ઉંમરના યુવાનો અને યુવતીઓમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ ખૂબ જ વધી રહ્યા છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના મોરબીમાંથી સામે આવી રહી છે. મોરબીની એક ખાનગી બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા 24 વર્ષના યુવકનું કરુણ મોત થયું છે.

આ ઘટના બનતા જ મૃતક યુવકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, મૃત્યુ પામેલો યુવક મોરબીના રવાપર રોડ ઉપર આવેવ આઇસીઆઇસી બેંકમાં બ્રાન્ચના આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. જાણવા મળી રહ્યું છે કે યુવક અને અચાનક જ હાર્ટ એટેક આવ્યો હતો.

ત્યારબાદ તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. યુવકના મોતના સમાચાર મળતા જ તેના પરિવારજનો અને બેંકના કર્મચારીઓમાં માતમ થવાઈ ગયો હતો. મૃત્યુ પામેલા યુવકનું નામ ધવલભાઇ અતુલભાઇ સુરાણી હતું અને તેની ઉંમર 24 વર્ષની હતી.

ધવલને હાર્ટ એટેક આવ્યો ત્યારબાદ તેને સારવાર માટે તાત્કાલિક ક્રિષ્ના હોસ્પિટલમાં લઈને જવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે તેને આયુષ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ધવલનું મોત થયું હતું. ત્યારે મૃત્યુ પામેલા યુવકના કાકાએ આયુષ હોસ્પિટલ ના ડોક્ટર પાસેથી માહિતી મેળવી ત્યારે જાણવા મળ્યું કે ધવલનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હતું.

મૃત્યુ પામેલા યુવકની સગાઈ થઈ ગઈ હતી. આ પેહલા મોરબીના ભાણવડના વિજયપુર ગામે 11 વર્ષના બાળકનું વેલી સવારે હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હતું. આ ઘટના બનતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*