બાઈક લઈને સંબંધીના ઘરે જતા 24 વર્ષના યુવકને રસ્તામાં નડ્યો અકસ્માત, પછી તો કંઈક એવું બન્યું કે… હસતા-ખેલતા પરિવારમાં માતમ છવાયો…

છેલ્લા ઘણા દિવસોથી સમગ્ર દેશભરમાં અકસ્માતના બનાવો ખૂબ જ વધી ગયા છે. ઘણી વખત અકસ્માતની ઘટનામાં એક જણાની ભૂલના કારણે નિર્દોષ લોકોનો જીવ જતો રહેતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક અજાણ્યા વાહન ચાલકે બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી.

જેના કારણે બાઇક સવાર યુવક ફંગોળાઈને રોડ પર પડ્યો હતો. અકસ્માતની ઘટનામાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ બીજા ગ્રસ્ત થયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા.

જ્યાં સિવિલ હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. યુવકના મોતના સમાચાર મળતા જ તેના પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું હતું. આ અકસ્માતની ઘટના નેશનલ હાઇવે નંબર 168બી પર બની હતી. વિગતવાર વાત કરીએ તો, મૃત્યુ પામેલા યુવકનું નામ ભરત સોની હતું અને તેની ઉંમર 24 વર્ષની હતી.

ભરત સોની બાઇક મેકેનિક નું કામ કરીને પોતાના પરિવારનું ગુજરાને ચલાવતો હતો. ભરત સોની પોતાના કોઈ કામથી બાઈકલ લઇને સંબંધીના પાસે જઈ રહ્યો હતો. ત્યારે લગભગ બપોરના બે વાગ્યાની આસપાસ એક અજાણ્યા વાહન ચાલકે તેમની બાઈક અને ટક્કર લગાવી હતી.

જેના કારણે ભરત સોની અકસ્માતનો શિકાર બન્યો હતો. અકસ્માતની ઘટનામાં ભરત સોની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ આ ઘટનાની જાણ ભરત સોનીના પિતાને કરવામાં આવી હતી. પિતા જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે તેમને પોતાના દીકરાની બાઈક રોડ પર પડેલી જોઈ હતી. એટલે તેમને પૂછપરછ કરી ત્યારે તેમને જાણવા મળ્યું કે તેમના દીકરાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.

એટલે પિતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યારે જાણવા મળ્યું કે અકસ્માતની ઘટનાના કારણે ભરત સોનીનું કરુણ મોત થયું છે. ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ હોસ્પિટલ ખાતે પહોંચે આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*